શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, વિપક્ષ નેતાનો પુત્ર BJPમાં થયો સામેલ, જાણો વિગત
મુંબઈઃ લોકસભા ચૂંટણીની તૈયારી અને રણનીતિમ માટે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે. ગુજરાતમાં જેમ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી રહ્યા છે તેનો ચેપ હવે મહારાષ્ટ્રમાં પણ લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનો પુત્ર સુજય વિખે પાટીલ મંગળવારે બીજેપીમાં સામેલ થઈ ગઈ છે.
વાંચોઃ કોંગ્રેસ અમરેલીમાં ‘દબંગ’ પાટીદાર યુવતીને લોકસભાની ચૂંટણીમાં ઉતારશે મેદાનમાં, જાણો વિગત
સુજય ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ માટે દુવિધાભરી સ્થિતિ પેદા થઈ છે. સુજયે કહ્યું કે, મેં આજે મારા પિતા સામે ફેંસલો લીધો છે. મારા આ ફેંસલાનું મારા માતા-પિતા કેટલું સમર્થન કરશે તેની મને ખબર નથી પરંતુ બીજેપીના નેતૃત્વમાં મારી તમામ શક્તિ લગાવી દઈશ. જેથી કરીને માતા-પિતા પણ ગૌરવ અનુભવશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી ધારાસભ્યોએ મારા આ ફેંસલાને સમર્થન આપ્યું છે.
#Maharashtra: Sujay Vikhe Patil joins BJP in presence of Chief Minister Devendra Fadnavis. He is son of Radhakrishna Vikhe Patil, senior Congress leader and Leader of Opposition in Maharashtra Assembly. pic.twitter.com/6Cr4eez99R
— ANI (@ANI) March 12, 2019
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સુજય વિખે પાટીલનું નામ લોકસભાની ઉમેદવારી માટે કેન્દ્રીય સેન્સર બોર્ડને મોકલી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સેન્સર બોર્ડ તેની ઉમેદવારી પર મંજૂરીની મહોર મારશે તેવી આશા છે.
સુજય બીજેપીમાં સામેલ થયા બાદ અહમદનગરથી અન્ય અગ્રણી નેતા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. સુજય વિખે પાટીલને કદાચ અહમદનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે. અહમદનગરને વિખે પાટીલ પરિવારનો ગઢ માનવામાં આવે છે અને સુજય આ પરિવારની ચોથી પેઢી છે. વાંચોઃ હાર્દિક પટેલે કોંગ્રેસની જન સંકલ્પ રેલીના મંચ પરથી લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારાSujay Vikhe Patil:I've taken this decision against my father’s wishes. I don’t know how much my parents will support this decision, but I'll try my best to make my family proud by working under the guidance of BJP. CM & other BJP MLAs were supportive & helped me take the decision pic.twitter.com/7g0NGAAAnV
— ANI (@ANI) March 12, 2019
રાહુલે પોતે પોતાના ચપ્પલ ઉંચકીને બાજુમાં મૂક્યા ને સરદારની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, જુઓ વીડિયો
કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ 'મને પણ ભાજપે ઓફરી કરી હતી', જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion