શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ પોલિંગ બૂથ પર થયું 100% વોટિંગ, મતદારની સંખ્યા જાણીને થશે આશ્ચર્ય
એક માત્ર વ્યકિતનું મતદાન કરે તે સાથે જ મતદાન મથકમાં 100 ટકા મતદાન નોંધાય છે
જૂનાગઢઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની 26 બેઠકો સિવાય બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો માટે પણ આજે મતદાન થયું હતું. આ દરમિયાન ગુજરાતમાં એક પોલિંગ બૂથ પર માત્ર એક વ્યક્તિના મતથી 100% વોટિંગ થયું છે.
જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવતા બાણેજ ગામથી 20 કિમી દૂર સાસણગીરની અંદર ભગવાન શીવનું મંદિર છે. આ શીવ મંદિરના પૂજારી ભરતદાસ મહારાજ એક માત્ર મતદાર છે જે મત આપે છે. મતદાનના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર કર્મચારીઓનો કાફલો આવીનો પોલિંગ બૂથ શરુ કરે છે. જેમાં એક માત્ર વ્યકિતનું મતદાન કરે તે સાથે જ મતદાન મથકમાં 100 ટકા મતદાન નોંધાય છે. મતદાન પુરુ થયા પછી પણ નિયમ પ્રમાણે સાંજ સુધી મતદાન પૂર્ણનો સમય ના થયા ત્યાં સુધી કર્મચારીઓ બેસી રહે છે. પરંતુ આ પ્રકારનું પ્રથમ મતદાન મથક છે. બાણેજથી 20 કિમી દૂર આવેલા મંદિરના પૂજારી એક જાગૃત મતદાર છે.
આ વખતે ભરતદાસ બાપુએ મતદાન કર્યું અને કહ્યું કે, “સરકારે એક વોટ માટે અહીંયા પોલિંગ બૂથ બનાવ્યું છે. મેં મારો વોટ આપ્યો છે અને 100 ટકા મતદન પૂરું થયું. હું તમામને વોટ કરવાની અપીલ કરું છું.”
Gujarat:A polling booth in Gir Forest has been set up for 1 voter in Junagadh.Voter Bharatdas Bapu says,“Govt spends money for this polling booth for 1 vote.I've voted&it's 100% voter turnout here.For 100% voter turnout everywhere,I request all to go&vote.” #LokSabhaElections2019 pic.twitter.com/N0xYNKSK0S
— ANI (@ANI) April 23, 2019
2009ની લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર આ એક મતદાર માટે ચૂંટણી પંચે મતદાન મથક ખોલવાનું નકકી કર્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભરતદાસ બાપુએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અચૂક મતદાન કરે છે.
લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, 63.67 ટકા મતદાન
લોકસભા ચૂંટણી: ત્રીજા તબક્કામાં સરેરાશ 63.24 ટકા મતદાન, ક્યા રાજ્યમાં થયું કેટલુ મતદાન, જાણો
આ જાણીતા ઉદ્યોગપતિએ પત્ની સાથે અમદાવાદમાં કર્યું વોટિંગ, મોદીના છે ખાસ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે અમદાવાદમાં કર્યું વોટિંગ, જાણો વિગત
નડિયાદના દિવ્યાંગ યુવકે પોતાના પગથી કર્યું મતદાન , જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion