શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ શનિવારે મોડી રાતે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં કેરળની 12, ઉત્તરપ્રદેશની સાત, છત્તીસગઢની પાંચ, અરૂણાચલ પ્રદેશની બે તથા અંદમાન-નિકોબારની એક સીટના ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે અરૂણાચલના પૂર્વ સીએમ નબામ ટુકીને અરૂણાચલ પશ્ચિમથી અને શશિ થરૂરને તિરુવનંતપુરમ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
કેરળની કાસરગોડ સીટથી રાજમોહન ઉન્નીથન, કોઝિકોડ સીટથી એમકે રાઘવન, પલક્કડ સીટથી વીકે શ્રીકંટન, એર્નાકુલમથી હિબી ઈડન, ઈડુક્કીથી ડીન કુરિયાકોસ અને કન્નૂરથી કે સુધાકરણને સીટ ફાળવી છે.
ઉત્તર પ્રદેશની કૈરાના સીટથી હરેંદર મલિક, બિજનૈરથી ઈન્દિરા ભાટી, મેરઠથી ઓમપ્રકાશ શર્મા, ગૌતમબુદ્ધ નગર સીટથી અરવિંદ ચૌહન, અલીગઢથી ચૌધરી બ્રજેન્દ્ર સિંહ, ઘોસીથી બાલકૃષ્ણ ચૌહાણ અને હમીરપુરથી પ્રીતમ લોધીને ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત છત્તીસગઢમાં સરગુજાથી ખેલસાય સિંહ, રાયગઢથી લાલજીત સિંહ રાઢિયા, જાંજગીર-ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકેરથી બીરેજ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે. અરૂણાચલ પૂર્વથી જેમેસ લોવાગંચા વાંગલેટ અને અંદામાન નિકોબારથી કુલદીપ રાય શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ પહેલા કોંગ્રેસ ઉત્તર પ્રદેશ તથા અન્ય કેટલાક રાજ્યો માટે ત્રણ લિસ્ટમાં 54 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે.Congress releases fourth list of 27 candidates (12 Kerala, 7 Uttar Pradesh, 5 Chhattisgarh, 2 Arunachal Pradesh and 1 Andaman & Nicobar islands) for the upcoming Lok Sabha polls. pic.twitter.com/E47vi4a8mt
— ANI (@ANI) March 16, 2019
Shashi Tharoor to contest from Thiruvananthapuram constituency (Kerala) and former Arunachal Pradesh CM, Nabam Tuki to contest from Arunachal West constituency. https://t.co/REIV2Wh9ht
— ANI (@ANI) March 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement