શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી 2019 માટે અહીં યોજાયું મતદાન, જાણો કોણે આપ્યો પ્રથમ વોટ
લોકસભા ચૂંટણી 2019 માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ મતદાન અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં થયું છે. પૂર્વોત્તરમાં તૈનાત આઈટીબીપીના એક યૂનિટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ મતદાન અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં થયું છે. રિપોર્ટ મુજબ પૂર્વોત્તરમાં તૈનાત આઈટીબીપીના એક યૂનિટે સીક્રેટ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. દિલ્હીથી આશે 2600 કિલોમીટર દૂર આવેલા અરૂણાચલ પ્રદેશના લોહિતપુર એનિમલ ટ્રેનિંગ સ્કૂલમાં શરૂ થયું હતું. અહીંયા પહેલો વોટ એટીએએસ ITBPના પ્રમુખ ડીઆઈજી સુધાકર નટરાજને આપ્યો હતો.
રાજ્યના અન્ય હિસ્સામાં તૈનાત આઈટીબીપીના બીજા યુનિટ્સે પણ પોસ્ટલ બેલેટ દ્વારા વોટિંગ કર્યું હતું. ચાલુ વર્ષે ચૂંટણી પંચે વધુને વધુ સર્વિસ વોટર્સને પણ મતદાનમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે સર્વિસ વોટર્સને સામેલ કરવા વિશેષ અભિયાન પણ ચલાવ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ દેશમાં કુલ 30 લાખ સર્વિસ મતદાતા છે. જેઓ બેલેટ પેપર દ્વાર મતદાન કરે છે.
કોણ છે સર્વિસ વોટર ચૂંટણી પંચ મુજબ, જે લોકો આર્મ્સ ફોર્સેઝમાં કામ કરે છે તેઓ સર્વિસ વોટર્સ કહેવાય છે. ફોર્સના એવા સભ્યો કે જેમના પર આર્મી એક્ટ 1950 લાગુ હોય તેઓ પણ સર્વિસ વોટર્સ કહેવાય છે. પોતાના ગૃહ રાજ્યની બહાર કામ કરતા હોય તેવા આર્મ્સ પોલીસ ફોર્સના સભ્યો અથવા ભારત સરકાર માટે દેશથી બહાર કામ કરી રહ્યા હોય તેવા વ્યક્તિ પણ સર્વિસ વોટર્સ કહેવાય છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને શું આપી ધમકી, જાણો વિગત લોકસભા ચૂંટણીઃ શત્રુઘ્નને મળી પટના સાહિબથી ટિકિટ, રવિશંકર પ્રસાદ સાથે થશે મુકાબલોITBP: First vote of Lok Sabha Polls 2019 has been cast in Arunachal Pradesh by service voters. A remote Indo-Tibetan Border Police (ITBP) unit on the eastern tip of North East started service voting by secret postal ballot on 5/4/19 at Lohitpur, Arunachal Pradesh pic.twitter.com/rQuM8j2Xa4
— ANI (@ANI) April 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement