શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરે ભર્યુ ઉમેદવારી પત્ર, ગઇકાલે જ મળી હતી BJPની ટિકિટ
ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંભીરે સવારે ઘરે હવન કર્યો હતો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે દિલ્હીના બે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગૌતમ ગંભીરને ઇસ્ટ દિલ્હી બેઠકનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ગઇકાલે ઇસ્ટ દિલ્હીના ઉમેદવાર જાહેર થયા બાદ આજે તેણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંભીરે સવારે ઘરે હવન કર્યો હતો. જે બાદ રોડ શો કર્યા બાદ તેણે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગંભીરે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે મોદીએ દેશનો વિકાસ કર્યો છે અને દેશને આગળ લઇ ગયા છે, અમે પણ તેના જ પગલે ચાલીને દેશને આગળ લઇ જવાનો પ્રયત્ન કરીશું અને મોદીનું સપનું પૂરું કરીશું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિત જાહેર કર્યા બાદ ગત મહિને ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો હતો. ત્યારથી જ તે દિલ્હીમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો થવા લાગી હતી. ગૌતમ ગંભીરને લોકસભામાં પહોંચાડવા માટે ભાજપે 2014માં સાંસદ બનેલા ઉદિત રાજની ટિકિટ કાપી છે.
ભારતને 2007ના T20 વિશ્વ કપ અને 2011ના વર્લ્ડ કપ જીતાડવામાં ગૌતમ ગંભીરનો મહત્વનો ફાળો હતો. આ બંને વિશ્વકપની ફાઇનલમાં તેણે યાદગાર બેટિંગ કરી હતી. 2007ના વિશ્વકપમાં ગંભીરે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 54 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં તેણે શ્રીલંકા સામે 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર અંતિમ T20 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે રમ્યો હતો. જ્યારે અંતિમ વન ડે મેચ 2013માં ઇંગ્લેન્ડ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.Delhi: BJP's Gautam Gambhir files his nomination for the East Delhi parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/mGsVXToS8w
— ANI (@ANI) April 23, 2019
‘આઇસીસી પ્લેયર ઓફ ધ યર’નો ખિતાબ જીતનારા ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 T20 મેચ રમી છે. તેણે 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4151 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 206 રન છે. 147 વન ડેમાં 39.7ની સરેરાશથી 5238 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન અણનમ છે. વન ડેમાં તેણે 11 સદી અને 34 અડધી સદી મારી છે. 37 T20માં તેણે 119ના સ્ટ્રાઇક રેટ સાથે 932 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આ જાણીતા ઉદ્યોગપતિએ પત્ની સાથે અમદાવાદમાં કર્યું વોટિંગ, મોદીના છે ખાસ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે અમદાવાદમાં કર્યું વોટિંગ, જાણો વિગત IPL 2019: દિલ્હીને જીતાડ્યા બાદ પંતે કહ્યું, વર્લ્ડકપની ટીમમાં કેમ પસંદગી ન થઈ તે વાત દિમાગમાં હતીपूर्वी दिल्ली लोकसभा के सभी कार्यकर्ताओं,नेताओं और युवा साथियों का दिल से धन्यवाद! मेरे नए सफ़र को यादगार बनाने के दिल से आभार ।रोड शो से बहुत से चाहने वालों को और ट्रैफ़िक को हुई परेशानी के किए क्षमा प्रार्थी हूँ।@MaheishGirri @ManojTiwariMP @VijayGoelBJP pic.twitter.com/QNu6aRoRu9
— Gautam Gambhir (@GautamGambhir) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement