શોધખોળ કરો
એક ખોટો વોટ તમારા બાળકને ચાવાળો, પકોડાવાળો કે ચોકીદાર બનાવી શકે છેઃ સિદ્ધુનો ભાજપ પર પ્રહાર
સિદ્ધુએ ટ્વિટમાં કોઇ પાર્ટી કે નેતાનું નામ નથી લખ્યું પરંતુ સીધી રીતે જ તેમનો ઇશારો ભાજપ તરફ છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ મોદી સરકાર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, એક ખોટો વોટ તમારા બાળકને ચાવાળો, પકોડાવાળો કે ચોકીદાર બનાવી શકે છે. સિદ્ધુ હાલ સતત બીજેપી પર પ્રહાર કરી રહ્યો છે. સિદ્ધુએ ટ્વિટમાં કોઇ પાર્ટી કે નેતાનું નામ નથી લખ્યું પરંતુ સીધી રીતે જ તેમનો ઇશારો ભાજપ તરફ છે. તાજેતરમાં જ તમામ વરિષ્ઠ બીજેપી નેતાઓએ ટ્વિટર પર તેમના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે.
થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે સિદ્ધુ પર કડક કાર્યવાહી કરતાં 72 કલાક માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત તેણે તાજેતરમાં જ રાયબરેલીમાં એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો રાહુલ અમેઠીથી ચૂંટણી હારશે તો હું રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ. રાયબરેલીમાં સિદ્ધુએ સોનિયા ગાંધી માટે પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણીઃ મુકેશ અંબાણીએ પરિવાર સાથે આપ્યો વોટ, તસવીરો શિરડી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ વખતે રન વે પરથી લપસ્યું, જાણો વિગત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગતएक गलत वोट आपके बच्चों को चायवाला, पकौड़ेवाला या चौकीदार बना सकता है|
Better prevent and prepare, rather then repent and repair... — Navjot Singh Sidhu (@sherryontopp) April 29, 2019
વધુ વાંચો





















