શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત
નવી દિલ્હીઃ 17મી લોકસભા માટે 11 એપ્રિલથી શરૂ થઈ રહેલા મતદાનમાં મહત્તમ વોટિંગ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ બુધવારે વિપક્ષ નેતા સહિત ફિલ્મી હસ્તીઓ, પત્રકારો અને રમત ગમત સાથે સંકળાયેલી મોટી હસ્તીઓને ટ્વિટર પર ટેગ કરીને મતદાનમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી.
પીએમ મોદીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની, વર્તમાન કેપ્ટન કોહલી અને રોહિત શર્માને ટેગ કરી વોટિંગ પ્રત્યે જાગૃત્તિ ફેલાવવાની અપીલ કરી છે. દેશમાં કરોડો યુવા ધોની, કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટરોને તેમના આદર્શ માને છે. તેથી ક્રિકેટની આ મોટી હસ્તીઓની અપીલથી આગામી ચૂંટણીમાં યુવા વોટર્સ મોટી સંખ્યામાં મતદાન માટે આવી શકે છે.
પીએમ મોદીએ આયકોનિક ખેલાડીઓને અપીલ કરીને ટ્વિટ કર્યું કે, ક્રિકેટના મેદાન પર તમારો રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ હવે ભારતના 130 કરોડ લોકો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે પ્રેરિત કરવાનો સમય આવી ગયો છે. આવું થશે ત્યારે લોકતંત્રની જીત થશે.Dear @msdhoni, @imVkohli and @ImRo45, You are always setting outstanding records on the cricketing field but this time, do inspire the 130 crore people of India to set a new record of high voter turnout in the upcoming elections. When this happens, democracy will be the winner!
— Narendra Modi (@narendramodi) March 13, 2019
ધોની, કોહલી, રોહિત ઉપરાંત મોદીએ અનિલ કુંબલે, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણને પણ મતદારોને પ્રેરિત કરવા માટે પીએમ મોદીએ ટ્વિટ કરીને ટેગ કર્યા હતા.Dear @anilkumble1074, @VVSLaxman281 and @virendersehwag - your heroic deeds on the cricket pitch have inspired millions. Come, it is time to inspire people once again, this time to vote in record numbers.
— Narendra Modi (@narendramodi) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement