શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ TMC એ ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કોલકાતાઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે, આ વખતે પાર્ટીએ 40.5 ટકા ટિકિટ મહિલાઓને આપવાનો ફેંસલો કર્યો છે. જે પાર્ટી માટે ગર્વનો વિષય છે.
કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે, વિવિધ કારણોસર ટીએમસીએ પાંચ વર્તમાન સાંસદોને ટિકિટ આપી નથી. અભિનેત્રી અને બાંકુરાથી સાંસદ મુનમુન સેન આ વખતે આસનસોલથી ચૂંટણી લડશે. પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બૈરકપુરથી ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે. બાંગ્લા ફિલ્મોની સ્ટાર નુસરત અને મીમી ચક્રવર્તી પણ ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી લડશે.West Bengal CM and TMC leader Mamata Banerjee: Trinamool Congress will field 40.5% female candidate in the upcoming Lok Sabha elections. This is a proud moment for us. pic.twitter.com/B1B2dBQOzY
— ANI (@ANI) March 12, 2019
તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ ઉપરાંત ઝારખંડ, બિહાર અને આસામની કેટલીક સીટો પર લોકસભા ચૂંટણી લડવાની સાથે જ ઓડિશા વિધાનસભાની 10 સીટો પર ઉમેદવાર ઉતારશે. મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળની 42 સીટો ઉપરાંત ઝારખંડમાં 5, આસામમાં 6, બિહારમાં 2 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતારશે. જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબમાં પ્રાદેશિક પક્ષોને સમર્થન આપવાનો ફેંસલો કર્યો છે.West Bengal CM and TMC chief Mamata Banerjee: Moon Moon Sen will be our candidate from Asanasol, Satabdi Roy from Birbhum. pic.twitter.com/ppcHaYzf3l
— ANI (@ANI) March 12, 2019
નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે, આ સરકારના જવાનો સમય આવી ગયો છે. આગામી સમયમાં દેશને લોકોની સરકારની જરૂર છે. તેમણે સરકાર પર આગામી લોકસભા ચૂંટણી પહેલા લોકોને લોભાવવા માટે સૈન્ય કૌશલનું પ્રદર્શન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વિપક્ષો દ્વારા બનાવવામાં આવનારી નવી સરકાર આતંકવાર સામે લડશે અને કાશ્મીર શાંતિ સ્થાપશે તેવો દાવો પણ મમતા બેનર્જીએ કર્યો હતો.Trinamool Congress (TMC) releases list of 42 candidates contesting #LokSabhaElections2019 pic.twitter.com/ut1sCReYQB
— ANI (@ANI) March 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement