શોધખોળ કરો

શું BSP સુપ્રીમો માયાવતીએ કરી બીજેપીને મત આપવાની અપીલ? જાણો વાયરલ વીડિયોની સત્યતા

ઉત્તર પ્રદેશના આગ્રામાં માયાવતીના ચૂંટણી ભાષણનો એક નાનો હિસ્સો એ ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે કે તેણીએ ભાજપને સમર્થન આપ્યું હતું. તેથી, અમે વાયરલ દાવાને ભ્રામક ગણીએ છીએ.

દાવો શું છે?

બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે લોકોને લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને વોટ કરવાની અપીલ કરી છે.

વીડિયોમાં માયાવતીને કહેતા સાંભળી શકાય છે: “શ્રી નરેન્દ્ર મોદીજીએ તમને મફતમાં રાશન આપ્યું છે, તેથી તમારે આ દેવું ચૂંટણીમાં વોટના રૂપમાં ચુકવવું પડશે, ભાજપને વોટ કરીને તમે આ ઋણ ચુકવવું પડશે. તમારે ભાજપને મત આપીને આ ઋણ ચૂકવવું પડશે.

વીડિયોમાં એક ટેક્સ્ટ પણ દેખાય છે, "હવે તો માયાવતીએ પણ ભાજપને વોટ કરવાની અપીલ કરી છે."

એક ફેસબુક યુઝરે કેપ્શન સાથે વીડિયો શેર કર્યો, "હવે માયાવતીએ પણ બીજેપીને વોટ કરવાની અપીલ કરી છે! માયાવતીજીએ ડો. બાબાસાહેબ આંબેડકર જી અને માનનીય કાંશીરામ જીના મિશનને ખતમ કરવાની પહેલ કરી છે! મિશનને અમે બચાવી રહ્યા છીએ." બસપાના નેક કાર્યકરો ઘરમાં ચુપચાપ ન બેસે. મેદાનમાં આવે અને અમને સમર્થન આપે. આ લડાઈ દેશ અને બંધારણને બચાવવા માટેની છે. પોસ્ટનું આર્કાઇવ સંસ્કરણ અહીં જુઓ.

આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર પણ શેર કરવામાં આવ્યો છે. આવી પોસ્ટ્સના આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જોઈ શકાય છે.

શું BSP સુપ્રીમો માયાવતીએ કરી બીજેપીને મત આપવાની અપીલ? જાણો વાયરલ વીડિયોની સત્યતા

વાયરલ પોસ્ટના સ્ક્રીનશોટ. (સ્રોત: એક્સ, ફેસબુક/સ્ક્રીનશોટ)

જો કે, આ એક એડિટેડ વિડિયો છે, જેને મૂળ સંદર્ભની અલગ કરીને શેર કરવામાં આવ્યો છે. વીડિયોના લાંબા વર્ઝનમાં માયાવતીએ ભાજપ અને આરએસએસ પર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવતા ફ્રી રાશનના નામે વોટ માંગવાનો આરોપ લગાવ્યો છે.

હકિકત શું છે?

અમને જાણવા મળ્યું કે આ ક્લિપ 4 મે, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં યોજાયેલી જાહેર સભાની છે, જ્યાં માયાવતીએ આગ્રા લોકસભા બેઠક પરથી BSP ઉમેદવાર પૂજા અમરોહી માટે પ્રચાર કર્યો હતો. આગ્રામાં ત્રીજા તબક્કામાં 7 મે, 2024ના રોજ મતદાન થવાનું છે.

અમને બહુજન સમાજ પાર્ટીની યુટ્યુબ ચેનલ (આર્કાઇવ) પર વાયરલ ક્લિપનો સંપૂર્ણ વિડિયો મળ્યો. 26:11 ના સમયે , હવે આપણે ભાષણના વાયરલ ભાગને સાંભળી શકીએ છીએ. માયાવતીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “શ્રી નરેન્દ્ર મોદીજીએ તમને મફતમાં રાશન આપ્યું છે, તો આ એ ઋણ છે જે તમારે ચૂંટણીમાં મતોના રૂપમાં ચૂકવવાનું છે, આ ઋણ તમારે ભાજપને મત આપીને ચૂકવવું પડશે મતોના રૂપમાં ચૂંટણીમાં, તમારે ભાજપને મત આપીને આ ઋણ ચૂકવવું પડશે.

આ પછી તેણી આગળ કહે છે, પરંતુ હું આવા તમામ લોકોને, ગરીબ લોકોને કહેવા માંગુ છું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારે ગરીબ લોકોને મફત રાશન વગેરે આપ્યું છે, તો તે ભાજપે પોતાના તરફથી નથી આપ્યું.  શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના ખિસ્સામાંથી કંઈ આપ્યું નથી, પરંતુ તમે લોકો યુપી સરકાર કે કેન્દ્ર સરકારને જે પણ ટેક્સ આપો છો, તે ટેક્સના પૈસામાંથી અપાયું છે, તે ટેક્સ તમારો છે, ટેક્સ જનતા ચૂકવે છે, તેથી પૈસા તમે ટેક્સ તરીકે ચૂકવો, તે પૈસાથી આ રાશન આપવામાં આવે છે. આમાં ભાજપનો કોઈ પક્ષ નથી કે શ્રી નરેન્દ્ર મોદીજીનો કોઈ ઉપકાર કે ઋણ નથી.

આ ટિપ્પણી કરતા પહેલા, માયાવતી મત મેળવવા માટે ભાજપની વ્યૂહરચના અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે. 25:16 સમયે, તેણી કહે છે, દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ગરીબ પરિવારોને અસ્થાયી રૂપે મફતમાં જે થોડી ખાદ્ય સામગ્રી આપવામાં આવી રહી છે, તો તેમનું કાયમી ધોરણે કોઈ સમાધાન નહીં આવે. તેણી આગળ કહે છે કે, તમે લોકો જાણો છો કે જ્યારે અહીં વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ સમગ્ર દેશમાં સમાજના થોડા ગરીબ વર્ગના લોકો છે, તેમને તેઓએ મફત રાશન વગેરે આપ્યું છે. તેના બદલામાં વિધાનસભાની ચૂંટણીમાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને હલે લોકસભામાં પણ.

શું BSP સુપ્રીમો માયાવતીએ કરી બીજેપીને મત આપવાની અપીલ? જાણો વાયરલ વીડિયોની સત્યતા

વાયરલ વીડિયો અને YouTube વીડિયો વચ્ચે સરખામણી. (સ્રોત: ફેસબુક, યુટ્યુબ/સ્ક્રીનશોટ)

ભાષણ દરમિયાન માયાવતીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી અને કહ્યું કે ભાજપ ગેરમાર્ગે દોરે છે અને તેમના દ્વારા આપવામાં આવતા ફ્રી રાશનના નામે વોટ માંગે છે. આ દર્શાવે છે કે માયાવતી ભાજપને સમર્થન આપતા ન હતા કે લોકોને ભાજપને મત આપવા માટે કહી રહ્યા ન હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર માયાવતીએ પોતાના ભાષણ દરમિયાન અનામતના મુદ્દે કોંગ્રેસ અને ભાજપની ટીકા કરી હતી અને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ઠેરવી હતી.

નિર્ણય

ઉત્તર પ્રદેશના આગ્રામાં માયાવતીના ચૂંટણી ભાષણનો એક નાનો હિસ્સો એ ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે કે તેણીએ ભાજપને સમર્થન આપ્યું હતું. તેથી, અમે વાયરલ દાવાને ભ્રામક ગણીએ છીએ.

Disclaimer: આ અહેવાલ સૌ પ્રથમ  logicallyfacts.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સ્ટોરી ABP લાઈવ ગુજરાતીમાં વિશેષ વ્યવસ્થા સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. એબીપી અસ્મિતા ગુજરાતીએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ, આજે જ તેના વિશે જાણી લો
Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ, આજે જ તેના વિશે જાણી લો
કેન્સરની શરુઆત પહેલા જ શરીરમાં જોવા મળે છે આ બદલાવ,  આ રીતે તમારી જાતે ચેક કરી લો
કેન્સરની શરુઆત પહેલા જ શરીરમાં જોવા મળે છે આ બદલાવ, આ રીતે તમારી જાતે ચેક કરી લો  
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Embed widget