ઠગ ટોળકીએ ઇ-કોમર્સ સાઇટને લગાવ્યો કરોડોનો ચૂનો, ભેજાબાજોની યુક્તિ જોઇ પોલીસ પણ ચોંકી
આ ભેજાબાજોએ ઇ-કોમર્સ કંપનીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો

અમદાવાદમાં ઠગ ટોળકીની પોલીસે ધરપકડ કરી હતી. આ ભેજાબાજોએ ઇ-કોમર્સ કંપનીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. મફતના ભાવે મોંઘીદાટ વસ્તુની ખરીદી કરી બારોબાર વેચીને કાળી કમાણી કરતા હતા. અમદાવાદમાં દેશનો પ્રથમ ડી બગિંગ સાયબર ક્રાઈમનો કેસ નોંધાયો હતો.
શહેરના રીલિફ રોડ પર ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતી હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જ્યાં ઈકોમર્સ સાઈટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ત્રણ સાયબર ગઠિયાને ઝડપ્યા હતા. ત્રણેય આરોપીએ અત્યાર સુધીમાં 7 કરોડના ઓર્ડર કરી પાર્સલ મંગાવ્યા હતા.
સવા ત્રણ લાખ રૂપિયાનું ડ્રોન ત્રણ રૂપિયામાં મંગાવ્યું
એટલું જ નહીં સવા ત્રણ લાખ રુપિયાનું ડ્રોન ચેડા કરીને ઈકોમર્સ સાઈટ પરથી માત્ર ત્રણ રૂપિયામાં મંગાવ્યું અને સવા લાખ રૂપિયામાં વેચી પણ નાખ્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ ઈ-કોમર્સ સાઈટ પરથી ઓર્ડર કરતા હતા. જ્યારે પેમેન્ટ કરવાનું આવતું હતું ત્યારે તેઓ ગેટવેમાં ચેડા કરતા હતા. એટલે કે પેમેન્ટ કરવા માટે પાંચ સેકેન્ડમાં ડીબગીંગ સોફ્ટવેરની મદદ લેતા હતા જેમાં વસ્તુની કિંમતમાંથી પાછળના આંકડાઓ કાઢી નાખવામાં આવતા હતા. એક લાખની વસ્તુની કિંમત માત્ર એક રૂપિયામાં ખરીદતા હતા. સાથે જ આ ઠગ ટોળકીએ આ કૌભાંડ કરવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો પણ ખુલાસો થયો હતો. વસ્તુઓ મંગાવવા માટે બોગસ એડ્રેસનો પણ ઉપયોગ કરતા હતા. આ રીતે અત્યાર સુધીમાં 126 પાર્સલ મંગાવ્યા હતા. એટલું જ નહીં પોલીસે આરોપીઓને ઝડપી લીધા બાદ પણ તેમના 6 લાખ રૂપિયાના પાર્સલ આવ્યા હતા. આરોપી આદિલે બીએસસી આઇટીનો અભ્યાસ કર્યો હતો જ્યારે અન્ય આરોપી વિજય વાઘેલા સાયબર એક્સપર્ટ છે.
તાજેતરમાં જ પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં મિસ્ત્રી તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવાનને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ એક યુવાન માટે મોટો ફટકો છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મહિને માત્ર 16-17 હજાર રૂપિયા કમાય છે. સુનીલ સથવારા મિસ્ત્રી છે જે નાના-મોટા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બેંગલુરુથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી તેમને 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી ત્યારે તેઓ ચોંકી ગયા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
