શોધખોળ કરો
આઇપીએલમાં ધોનીએ બનાવ્યો ક્યારેય ના તુટે એવો રેકોર્ડ, બની ગયો ટૂર્નામેન્ટનો 'કેપ્ટન કિંગ'
ધોનીએ રાજસ્થાન સામે જીતતા જ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચો જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મામલે આઇપીએલનો કોઇપણ કેપ્ટન તેની આસપાસ પણ નથી. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં 100 મેચો જીતી લીધી છે, ધોનીએ આઇપીએલમાં 166 મેચોમાં કેપ્ટનશીપ કરી જેમાં 100માં જીત મેળવી છે, અને એક મેચનું કોઇ પરિણામ નથી આવ્યુ

જયપુરઃ ચેન્નાઇ સુપર કિંગ્સે ગઇકાલની રૉમાંચક મેચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમને છેલ્લા બૉલે હરાવ્યુ, આ સાથે જ ટીમ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઇ હતી. આ મેચ જીત્યા બાદ કેપ્ટન ધોની આઇપીએલના ઇતિહાસમાં એક એવા રેકોર્ડ સુધી પહોંચી ગયો છે જે નજીકના ભવિષ્યમાં તોડવો કોઇપણ કેપ્ટન માટે મુશ્કેલ છે. ધોનીએ રાજસ્થાન સામે જીતતા જ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચો જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મામલે આઇપીએલનો કોઇપણ કેપ્ટન તેની આસપાસ પણ નથી. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં 100 મેચો જીતી લીધી છે, ધોનીએ આઇપીએલમાં 166 મેચોમાં કેપ્ટનશીપ કરી જેમાં 100માં જીત મેળવી છે, અને એક મેચનું કોઇ પરિણામ નથી આવ્યુ.
આઇપીએલના સક્સેસ કેપ્ટન.... - મહેન્દ્ર સિંહ ધોની - 166 મેચોમાં 100 જીત (95 ચેન્નાઇ માટે, 5 રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ માટે) - ગૌતમ ગંભીર - 129 મેચોમાં 71 જીત - વિરાટ કોહલી - 102 મેચોમાં 44 જીત - રોહિત શર્મા - 94 મેચોમાં 54 જીત - એડમ ગિલક્રિસ્ટ - 74 મેચોમાં 35 જીત - શેન વૉર્ન - 55 મેચોમાં 30 જીત
આઇપીએલના સક્સેસ કેપ્ટન.... - મહેન્દ્ર સિંહ ધોની - 166 મેચોમાં 100 જીત (95 ચેન્નાઇ માટે, 5 રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ માટે) - ગૌતમ ગંભીર - 129 મેચોમાં 71 જીત - વિરાટ કોહલી - 102 મેચોમાં 44 જીત - રોહિત શર્મા - 94 મેચોમાં 54 જીત - એડમ ગિલક્રિસ્ટ - 74 મેચોમાં 35 જીત - શેન વૉર્ન - 55 મેચોમાં 30 જીત વધુ વાંચો





















