Odisha Assembly Election Exit Poll: શું ઓડિશામાં નવીન પટનાયકને ઝટકો આપી સરકાર બનાવવા જઈ રહી છે બીજેપી? એક્ઝિટ પોલે ચોંકાવ્યા
Odisha Assembly Election 2024 Exit Poll: એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 5-8 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને બીજેડી બંનેને ઓડિશામાં 42-42 ટકા વોટ શેર મળી શકે છે.
Odisha Assembly Election 2024 Exit Poll: આ વખતે લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ. ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD) રાજ્યમાં બહુમતનો આંકડો પાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાએ ઓડિશા વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ બહાર પાડ્યો છે, જેમાં બીજેડીને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો વોટ શેરની વાત કરીએ તો ભાજપને રાજ્યમાં મોટો ફાયદો થઈ રહ્યો છે. પાર્ટીનો વોટ શેર 42 ટકા સુધી જઈ શકે છે. બીજેડીનો વોટ શેર ઘટીને 42 ટકા પર આવી શકે છે, જ્યારે કોંગ્રેસને 12 ટકા મત મળી શકે છે.
એક્ઝિટ પોલમાં બીજેડીને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, ઓડિશાની 147 વિધાનસભા બેઠકોમાંથી BJP અને BJD બંનેને 62-80 બેઠકો મળી શકે છે. જો એક્ઝિટ પોલના ડેટા સાચા સાબિત થાય છે, તો 2004 પછી તે પ્રથમ વખત બનશે કે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને સંપૂર્ણ બહુમતી મળી નથી, જે પાંચ વખતના મુખ્ય પ્રધાન નવીન પટનાયક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
એક્ઝિટ પોલમાં કોંગ્રેસને કેટલી સીટો મળશે?
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 5-8 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને બીજેડી બંનેને ઓડિશામાં 42-42 ટકા વોટ શેર મળી શકે છે. પોલમાં કોંગ્રેસને 12 ટકા વોટ શેર અને અન્યને 4 ટકા વોટ શેર મળી રહ્યા છે. ઓડિશામાં 147 વિધાનસભા બેઠકો માટે 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ ચાર તબક્કામાં મતદાન થયું હતું.
ગત ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી.
2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, બીજેડી 112 બેઠકો જીતીને ઓડિશામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. સીએમ પટનાયકના નજીકના સહયોગી વીકે પાંડિયને શનિવારે (1 જૂન) ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન દાવો કર્યો હતો કે ઓડિશામાં સત્તાધારી પક્ષ (બીજેડી) 147 વિધાનસભા બેઠકોમાંથી 115થી વધુ અને લોકસભાની 21માંથી 15 બેઠકો જીતશે.
તો બીજી તરફ લોકસભા ચૂંટણીના સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ઓડિશામાં બીજેડીને મોટો ઝટકો લાગી શકે છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ઓડિશાની 21 લોકસભા સીટમાંથી ભાજપ 18-20 સીટ મળી શકે છે. જ્યારે બીજેડીને 0-2 સીટ મળી શકે છે. તો કોંગ્રેસના ખાતામાં 0-1 સીટ આવવાનું અનુમાન છે.