શોધખોળ કરો
પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી બનશે નવીન પટનાયક, આવતીકાલે શપથગ્રહણ કરશે
ઓડિશામાં થયેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી પાર્ટી બીજૂ જનતા દળે 21માંથી 13 લોકસભા સીટો પર જીત મેળવી હતી. જ્યારે વિધાનસભામાં 147માંથી 112 સીટો પર જીત મેળવી હતી.
![પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી બનશે નવીન પટનાયક, આવતીકાલે શપથગ્રહણ કરશે odisha new cm naveen patnaik will take oath tomorrow પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી બનશે નવીન પટનાયક, આવતીકાલે શપથગ્રહણ કરશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/28223435/cm-patnaik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: નવીન પટનાયક બુધવારે સતત પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવીન પટનાયક આવતીકાલે સવારે 10.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમાહોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પેટ્રોલિયમ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ઓડિશામાં થયેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી પાર્ટી બીજૂ જનતા દળે શાનદાર પ્રદર્શન કરતા 21માંથી 13 લોકસભા સીટો પર જીત મેળવી હતી. જ્યારે વિધાનસભામાં 147માંથી 112 સીટો પર જીત મેળવી હતી. રાજ્યમાં આક્રમક પ્રચાર કરનારી ભાજપને પણ સાત લોકસભા સીટ પર જીત મળી છે.
14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે
ચૂંટણી દરમિયાન PM માનવાનો કર્યો હતો ઈનકાર, હવે મોદીના શપથ સમારોહમાં સામેલ થશે મમતા બેનર્જી
નવા મંત્રીમંડળ પર ચર્ચા માટે PM મોદી અને અમિત શાહની બેઠક, 20 ટકા મંત્રી બદલાઈ શકે છે - સુત્ર
72 વર્ષીય નવીન પટનાયક 2000માં પ્રથમ વખત ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી પટનાયક સતત ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યાં છે. અને 19 વર્ષની મુખ્યમંત્રીની ખુરશી પર કાયમ છે.
મંત્રીમંડળ પર ચર્ચા માટે PM મોદી-અમિત શાહ વચ્ચે બેઠક, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)