શોધખોળ કરો
Advertisement
‘મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી થશે’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન? જાણો વિગત
ઓમ માથુરે મીડિયા સાથેની વાતચીતમાં મધુ શ્રીવાસ્તવના મતદારોને ઠેકાણે પાડી દેવાના નિવેદન મુદ્દે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીના નેતા હોય, કાર્યકર હોય કે અન્ય કોઈ હોય દરેક વ્યક્તિએ વાણી પર સંયમ રાખવો જોઈએ
વડોદરાઃ લોકસભાની ચૂંટણીને પગલે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરે વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભાજપના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.
ઓમ માથુરે મીડિયા સાથેની વાતચીતમાં મધુ શ્રીવાસ્તવના મતદારોને ઠેકાણે પાડી દેવાના નિવેદન મુદ્દે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીના નેતા હોય, કાર્યકર હોય કે અન્ય કોઈ હોય દરેક વ્યક્તિએ વાણી પર સંયમ રાખવો જોઈએ અને સંમય રાખીને રાજનીતિમાં ચાલવુ જોઇએ. આ અંગે તપાસ કર્યાં બાદ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઓમ માથુરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પદનું સ્વપ્ન જોનાર જે રીતે ચૂંટણી જાહેર સભામાં જે નારા લગાવી રહ્યા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ અમારી પાર્ટીના નેતાઓએ પણ ભાષા પર સંયમ રાખવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion