Lok Sabha 2024 Live: અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે BJPના ભરત સુતરિયા સામે શું ફેંક્યો પડકાર, જાહેર મંચ પર...
PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 2 દિવસ ભાજપના ગઢ ગુજરાતમાં તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 6 સભાને સંબોધશે

Background
Lok Sabha 2024 Live:PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 2 દિવસ ભાજપના ગઢ ગુજરાતમાં તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 6 સભાને સંબોધશે, PM મોદી બે દિવસમાં ગુજરાતમાં 6 ચૂંટણી સભા ગજવશે,. આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ સભા ગજવશે,આવતીકાલે આણંદ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં સભાને સંબોધશે. ડીસામાં પાટણ અને બનાસકાંઠા લોકસભા માટે પ્રચાર કરશે. હિંમતનગરમાં સાબરકાંઠા અને મહેસાણા લોકસભા માટે પ્રચાર કરશે. તો બીજી તરફ શાહ આજે હૈદરબાદમાં સભાઓ ગજવશે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના કોરબામાં રેલી સાથે ચાર રાજ્યોમાં પ્રચાર કરશે. કર્ણાટકના હાવેરી અને હુબલીમાં રેલી અને રોડ શો અને હૈદરાબાદ, તેલંગાણામાં રોડ શો યોજશે. હૈદરાબાદમાં અમિત શાહ ભાજપના ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે અહીં 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. હૈદરાબાદમાં, માધવી લતા એઆઈએમઆઈએમના વર્તમાન સાંસદ અને પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી સામે લડી રહી છે.
પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા
ઉત્તર ગુજરાતમાં આજે પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થઇ રહ્યો છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ એયરપોર્ટ પર હાજર છે. અહીંથી પીએ મોદી સીધા જ ઉત્તર ગુજરાતના પ્રચારમાં જશે. બે દિવસ સુધી પીએમ મોદી ગુજરાતમાં 6 ચૂંટણી સભા ગજવશે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પીએમ મોદીની ચૂંટણી સભાઓ ગજવશે. ડીસામાં બનાસકાંઠા-પાટણ બેઠક માટે સભા યોજાશે, જ્યારે હિંમતનગરમાં મહેસાણા-સાબરકાંઠા બેઠક પ્રચાર કરાશે. પીએમ મોદીની સભા માટે વિશાળ ડૉમ તૈયાર કરાવવામાં આવ્યો છે. કાર્યકરોને અને સભામાં આવેલા શ્રોતાઓને આકરા તાપથી બચાવવા માટે ડોમમાં પંખાની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. અહીં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
Lok Sabha Election 2024 Live:પૂર્વ ધારાસભ્ય દલબીર ગોલ્ડી AAPમાં જોડાયા
સંગરુરની ધુરી વિધાનસભાના ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય દલબીર ગોલ્ડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. મુખ્યપ્રધાન ભગવંત માન અને સંગરુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમીત સિંહ મીત હેયરે ગોલ્ડીને પાર્ટીમાં સામેલ કર્યો. ગોલ્ડીએ ગઈકાલે જ કોંગ્રેસ છોડી દીધી હતી. ગોલ્ડી 2022ની વિધાનસભા ચૂંટણી ધુરીથી ભગવંત માન સામે હારી ગયા હતા. ગોલ્ડીએ કોંગ્રેસ તરફથી 2022ની સંગરુર લોકસભા પેટાચૂંટણી લડી હતી



















