શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ: કુંડાના બાહુબલી ધારાસભ્ય રાજાભૈયા પર પ્રશાસનની કડક કાર્યવાહી, મતદાનના દિવસે રહેશે નજરબંધ
લોકસભા ચૂંટણી 2019ના પાંચમાં તબક્કા માટે ઉત્તરપ્રદેશની 14 બેઠકો પર સોમવારે મતદાન થશે. સંવેદનશીલ બેઠકો પર પ્રશાસને કેટલાક લોકોને નજરબંધ કરવાની કાર્યવાહી કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પાંચમાં તબક્કા માટે ઉત્તરપ્રદેશની 14 બેઠકો પર સોમવારે મતદાન થશે. સંવેદનશીલ બેઠકો પર પ્રશાસને કેટલાક લોકોને નજરબંધ કરવાની કાર્યવાહી કરી છે. જનસત્તા દળ લોકતાંત્રિકના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય રધુરાજ પ્રતાપ ઉર્ફ રાજાભૈયા સહિત આઠ પ્રભાવશાળી લોકોને નજરબંધ કર્યા છે. આ તમામ લોકો ચૂંટણીના દિવસે નજરબંધ રહેશે.
ચૂંટણી પંચને કુંડામાં આઠ પ્રભાવશાળી લોકો દ્વારા અશાંતિ ફેલાવવાની આશંકા હતી. પ્રતાપગઢ જિલ્લા પ્રશાસને કૌશામ્બી જિલ્લામાં ચૂંટણી યોગ્ય રીતે કરવા માટે પગલા ઉઠાવ્યા છે. કૌશામ્બી લોકસભા બેઠકમાં બે વિધાનસભા બેઠકો પ્રતાપગઢની કુંડા અને બાબાગંજ છે.
1993માં પ્રથમ વખત રાજાભૈયાએ કુંડાથી ચૂંટણી લડી હતી. અત્યાર સુધી રાજાભૈયાએ અપક્ષ ચૂંટણી લડી છે અને જીત મેળવી છે. તેઓ સતત આ બેઠક પરથી જીત મેળવતા આવ્યા છે. કુંડા વિધાનસભા બેઠક પરથી તેઓ છઠ્ઠી વખત ધારાસભ્ય છે. રાજાભૈયા પ્રદેશ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ઠાકુર મતદારો પર તેમની જોરદાર પકડ માનવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement