શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો Modilie, અર્થ પણ જણાવ્યો
જે સ્ક્રીન શોટ રાહુલ ગાંધીએ શેર કર્યો છે તેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરાતં બુધવારે કહ્યું કે, અંગ્રેજી શબ્દકોષમાં 'Modilie' (મોદીલાઈ) નામનો શબ્દ જોડાઈ ગયોછે. તેમમે ટ્વીટ કરીને કહ્યું, ‘અંગ્રેજી શબ્દકોષમાં નવો શબ્દ ઉમેરાયો છે. તેની સાથે જોડાયેલ સ્નેપશોટ શેર કરી રહ્યો છું. રાહુલ ગાંધીએ જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેની સાથે જોડાયેલ સ્નેપશોટમાં અનેક અર્થ જણાવવામાં આવ્યા છે.
જે સ્ક્રીન શોટ રાહુલ ગાંધીએ શેર કર્યો છે તેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે. આ શબ્દોને રાહુલ દ્વારા વડાપ્રધાન મોદી પરનો કટાક્ષ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં જે સ્ક્રીન શોટ લગાવ્યો છે તેમાં જમણી બાજુ કોંગ્રેસની જાહેરાત પણ નજરે પડે છે. રાહુલે જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ ઓક્સફોર્ડ ડિક્શનરીના લાઈવ સેક્શનમાં સર્ચ કર્યુ છે. પરંતુ તે સેક્શનમાં સર્ચ કરવાથી ડિક્શનરી જણાવે છે કે આવો કોઈ જ શબ્દ નથી. ગૂગલ સર્ચ એન્જિનમાં પણ શોધવામાં આવતા આવો કોઈ જ શબ્દ નથી મળતો, પરંતુ તેની જગ્યાએ Modilie શબ્દ સાથે જોડાયેલા સમચારો મળી આવે છે. રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના મુદ્દા પર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા અને કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવ્યા કરતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ આજે દેશ મોદીની મજાક ઉડાડી રહ્યું છે.There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement