શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રામગઢ સીટ પર જીત સાથે જ રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની સદી, જાણો કેટલા ટકા મળ્યા મત
જયપુરઃ રાજસ્થાનમાં અલવરની રામગઢ વિધાનસભા સીટની પેટા ચૂંટણી જીતવાની સાથે જ 200 સીટવાળી વિધાનસભામાં કોંગ્રેસ 100ના આંકડા સુધી પહોંચી ગઈ છે. રામગઢ સીટ માટે સોમવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. ગુરુવારે થટેલી મત ગણતરીમાં કોંગ્રેસ ઉમેદવાર સાફિયા ઝુબેર ખાનને કુલ 83,311 મત મળ્યા છે. બીજા સ્થાન પર રહેલા ભાજપના સુખવંત સિંહને 71,083 મત મળતાં સાફિયાનો 12,228 મતથી વિજય થયો હતો.
ચૂંટણી વિભાગના જણાવ્યા મુજબ કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેરને 44.77 ટકા અને ભાજપના ઉમેદવાર સુખવંત સિંહને 38.20 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં 241 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. ડિસેમ્બરમાં યોજાયેલી 199 સીટ પર ચૂંટણીમાં કોંગ્રેસને 99 સીટ મળી હતી.
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે, “આ લોકોની કોંગ્રેસમાં વિશ્વાસની જીત છે. રાજસ્થાનની જનતાએ ફરી એક વખત કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકાર બન્યા બાદ આ પહેલી ચૂંટણી હતી. પરિણામથી સ્પષ્ટ છે કે લોકો ભાજપથી વિમુખ થયા છે. ભાજપે ચૂંટણીમાં સમુદાય, ધર્મો અને મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહી. પાર્ટીને જીત અપાવવા બદલ રામગઢના લોકોનો આભાર.”
કોંગ્રેસના વિજેતા ઉમેદવાર સાફિયા ઝુબેરે કહ્યું કે, “મેં વિકાસ અને સાંપ્રદાયકિતાના એજન્ડા પર વોટ માંગ્યા હત અને આ કારણે જીત મળી છે. અલવરના પૂર્વ જિલ્લા પ્રમુખ 51 વર્ષીય સાફિયાએ કહ્યું કે, આ ચૂંટણી વિકાસ પર આધારિત હતી. લોકો વિકાસ ઇચ્છે છે. હું કામ કરવામાં વિશ્વાસ રાખું છું. આથી લોકોએ મારા પર ભરોસો મુક્યો છે. હું લોકોની અપેક્ષા પર ખરી ઉતરવાની પૂરી કોશિશ કરીશ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion