Lok Sabha Election Live: ગુજરાતનું ઋણ ક્યારેય ન ભુલી શકુ, મને પ્રથમવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યોઃPM મોદી
એક બાજુ ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક બાજું ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે તો બીજી તરફ 15થી વધુ રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

Background
Lok Sabha Election Live: લોકસભાની ચૂંટણીને જીતવા માટે પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી સભા યોજી રહ્યાં છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ હજુ પણ રૂપાલાના નિવેદનના કારણે ભાજનનો વિરોધ કરી રહ્યું છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના રાજવી પરિવારોની રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં રાજવી પરિવારે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યો છે. જો કે ક્ષત્રિય આંદોલનને લઈને અલગ અલગ રાજવીઓનો મત છે. કેટલાક ક્ષત્રિયો હજુ આંદોલનના મતમાં છે જ્યારે કેટલાક રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. PM મોદી દિર્ઘદ્રષ્ટા છે. PM મોદીના દસ વર્ષના નેતૃત્વને રાજવીઓએ એકસાથે વધાવ્યો”ઉલ્લેખનિય છે કે,15 જેટલા રાજવીઓ ભાજપના સમર્થનમાં છે. રાજકોટ, કચ્છના મહારાણી ભાજપ અને PMના સમર્થનમાં છે.ભાવનગરના રાજવી, ગોંડલ સ્ટેટ ભાજપના સમર્થનમાં છે.
થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે જૂનાગઢ
થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી જૂનાગઢ પહોંચશે. જૂનાગઢમાં પીએમ મોદી ચૂંટણી સભા ગજવશે. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા સ્થળે પહોંચ્યા. પીએએમ મોદી બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. આજે સુરેન્દ્રનગર, આણંદમાં સભાને સંબોધી.પીએમ મોદીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા વાર કરતા મોદી સરકારનાના વિકાસના કાર્યો ગણાવ્યા હતા. જૂનાગઢ તેઓ જામનગરમાં જનસભાને સંબોધશે
PM મોદીએ કૉંગ્રેસ સામે ફેક્યા ત્રણ પડકાર
કોંગ્રેસ લેખિતમાં આપે કે દેશના બંધારણમાં તે કોઈ છેડછાડ ન કરેઃPM
સંવિધાન બદલી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપેઃPM
ST, OBCનો કૉંગ્રેસ અનામતનો અધિકાર નહીં છીનવેઃPM
કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં તે વોટબેંકની રાજનીતિ નહીં કરેઃPM
મારા ત્રણ પડકારોને કૉંગ્રેસ દેશને લેખિતમાં ગેરેન્ટી આપેઃPM
9 દિવસ પહેલા મે કોંગ્રેસને ત્રણ પડકાર આપ્યા હતાઃPM
કોંગ્રેસની નિયતમાં ખોટ છેઃPM
સંવિધાન માટે મારું સમર્પણ કેવું છે એ તમને યાદ હશેઃPM





















