શોધખોળ કરો
14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને તેમના ગઢ અમેઠીમાં 55,120 મતથી હાર આપીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં 39 વર્ષ બાદ પરિવારના કોઈ સભ્યની હાર થઈ હતી.
![14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે Smriti Irani walks barefoot 14 kms Siddhi Vinayak temple with Ekta Kappor after Amethi victory 14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/28172759/smriti.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટ પરથી ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સ્મૃતિ ઈરાની ઘણી ઉત્સાહિત છે. તે મુંબઈમાં 14 કિલોમીટર ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે ફિલ્મમેકર એકતા કપૂર પણ હતી. એકતા કપૂરે ખુદ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને જાણકારી આપી હતી.
મંદિરમાં દર્શન પહેલા એકતાએ સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લઇને પોસ્ટ કરી હતી. તસવીર શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું, “સિદ્ધિ વિનાયક સુધી 14 કિમી ચાલ્યા પછીનો ગ્લો.” એકતાની આ પોસ્ટ પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી, “આ ભગવાનની ઈચ્છા હતી, ભગવાન દયાળુ છે.”
સ્મૃતિ ઇરાનીની કમેન્ટ પર એકતાએ જવાબ આપતા લખ્યું, સ્મૃતિ તુ ચાલીને ગઈ. આ તારી દ્રઢઈચ્છાશક્તિ છે. એકતાએ સ્મૃતિ સાથે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેમાં તે કહી રહી છે 14 કિમી સુધી ઉઘાડા પગે સિદ્ધિ વિનાયક મંદિર. હે ભગવાન, મને વિશ્વાસ નથી થતો. જેના પર સ્મૃતિ જવાબ આપે છે કે આ ભગવાનની મરજી છે.
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને તેમના ગઢ અમેઠીમાં 55,120 મતથી હાર આપીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં 39 વર્ષ બાદ પરિવારના કોઈ સભ્યની હાર થઈ હતી. ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા ઘર-ઘરમાં જાણીતી થેયલી સ્મૃતિ ઈરાનીના શોની પ્રોડ્યુસર એકતા કપૂર જ હતી.14 kms to SIDDHI VINAYAK ke baaad ka glow 😂 pic.twitter.com/BWOQgGBnv7
— Ekta Kapoor (@ektaravikapoor) May 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)