શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક્ટર સની દેઓલ BJPમાં થયો સામેલ, ગુરુદાસપુરમાંથી લડી શકે છે ચૂંટણી
તાજેતરમાંજ સની દેઓલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી આ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સની દેઓલ બીજેપીને ખેસ પહેરી શકે છે, જે આજે ખરુ સાબિત થયુ
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સની દેઓલ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે બીજેપીની સદસ્યતા આપી દીધી છે. તેમને ગુલદસ્તો આપીને સનીનું સ્વાગત કર્યુ હતું. માનવામાં આવી રહ્યું છે કે બીજેપી તેમને ગુરુદાસપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
તાજેતરમાંજ સની દેઓલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી આ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સની દેઓલ બીજેપીને ખેસ પહેરી શકે છે, જે આજે ખરુ સાબિત થયુ.
આ પહેલા એક્ટર અક્ષય કુમારનું નામ બીજેપીમાં સામેલ થવા અને ગુરુદાસપુર બેઠક પર ચૂંટણી લડવાને લઇને ચર્ચાયુ હતુ. જોકે, બાદમાં અક્ષય કુમારે રાજનીતિમાં એન્ટ્રીને નકારી કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે, દેઓલ પરિવાર પહેલાથી જ બીજેપીમાં છે. હેમા માલિની પહેલાથી જ મથુરા બેઠક પરથી બીજેપી માટે લડી રહી છે. 2014માં હેમા માલિનીએ મથુરા બેઠક જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion