શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટનો નિર્ણય, PM મોદી વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે હવે આગળ સુનાવણી નહીં થાય
આ અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા સુષ્મિતા દેવને કહ્યું હતું કે, તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ મોદી અને અમિત શાહને ક્લિન ચીટ આપવા સંબંધી, ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘન મામલાની અરજી પર હવે આગળની સુનાવણી નહીં થાય. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવની અરજી પર કોર્ટે આ નિર્ણયથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. કોર્ટે અભિષેક મનુ સિંઘવીના એ કહેવા પર પણ ચૂંટણી પંચ પીએમ મોદી પર આદેશ પસાર નથી કરી શકતુ, કોર્ટે કહ્યું આના માટે તમે અલગથી એક અરજી દાખલ કરો.
આ અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા સુષ્મિતા દેવને કહ્યું હતું કે, તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ મોદી અને અમિત શાહને ક્લિન ચીટ આપવા સંબંધી, ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવે.
આ અગાઉ કોર્ટ એવું બતાવવામાં આવ્યુ હતુ કે ચૂંટણી પંચે અત્યાર સુધી છ મામલે પીએમ મોદીને ક્લિન ચીટ આપી છે. અરજીમાં સુષ્મિતા દેવે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતાની ફરિયાદો પર કાર્યવાહી નથી કરી રહ્યું.
અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પહેલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ ફરિયાદોને વિના કારણ બતાવીને ફગાવી દીધી, જ્યારે આવા મામલે અન્ય લોકોને દંડિત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement