શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે વોટિંગ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર વોટર આઇડી શેર કર્યું છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર વોટર આઇડી શેર કર્યું છે. 30 વર્ષીય કોહલીએ લખ્યું કે, 12 મેના રોજ તે ગુરુગ્રામમાં વોટ આપવા તૈયાર છે, શું તમે પણ તૈયાર છો. વોટર આઇડી પર કોહલીના પિતાનું નામ અને તેનું સરનામું જોઈ શકાય છે.
વિરાટ ગુરુગ્રામથી વોટર છે. થોડા વર્ષો પહેલા જ તે દિલ્હીથી ગુરુગ્રામ શિફ્ટ થઇ ગયો હતો. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ તે મુંબઇમાં રહેવા લાગ્યો છે. આ કારણે તે મુંબઈથી વોટ આપવા માંગતો હતો.
શનિવારે એવા અહેવાલ આવ્યા હતા કે વિરાટ કોહલી મુંબઈથી વોટિંગ કરવા ઇચ્છતો હતો. આ માટે તેણે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા વોટ આપવા માટે અરજી કરી હતી. જોકે કોહલીએ અરજી કરી ત્યારે ઘણો વિલંબ થઇ ગયો હતો. 30 માર્ચ મતદાર યાદીમાં જેમનું નામ નહોતું તેવા વોટર માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. જોકે કોહલીએ 7 એપ્રિલના રોજ અરજી કરી હતી તેથી જ્યારે તેણે અરજી કરી ત્યારે ઘણો વિલંબ થઇ ગયો હતો. મુંબઈમાં 29 એપ્રિલના રોજ મતદાન છે, તેથી વિરાટ કોહલી ત્યાં વોટિંગ નહીં કરી શકે પરંતુ ગુરુગ્રામથી વોટ આપશે.
વિરાટ કોહલી મુંબઈથી નહીં કરી શકે વોટિંગ, આ છે કારણ
કપિલ શર્માએ મહિલા ક્રિકેટરને પૂછ્યું, મેદાનમાં જતા પહેલા મેકઅપ કરો છો ? મળ્યો આવો જવાબ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement