Lok Sabha Election 2024 Live Update: અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જાણીએ શું છે સમગ્ર મામલો

Background
Lok sabha Election 2024:કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, ઉલ્લેનિય છે કે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું.ચૂટણી અધિકારી સમક્ષ નિવેદન નોંધાવી ત્રણેય ગાયબ થઇ ગયા હતા. સવારે 11 વાગ્યે કુંભાણી ઉમેદવાર રહેશે કે ઘરે જશે તેનો નિર્ણય થશે. સુરત કલેક્ટર કચેરી પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર પણ બેરીકેટ લગાવાયા છે.
કૉંગ્રેસની લીગલ ટીમ હાલ સુરતમાં છે. ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ કુંભાણીના સગા અને નજીકના વ્યક્તિ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ છે, તો રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર છે.
શું છે સમગ્ર મામલો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થશે.
આખરે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ
છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.
અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, કૉંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર
એક બાજુ સુરત લોકસભાના બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.તો બીજી તરફ અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થઇ ગયું છે. ઉલ્લેખનિય છે કે, કૉંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થયું છે. એફિડેવિટમાં મિલકત છુપાવી હોવાનો વાંધો ભાજપે ઉઠાવ્યો હતો, આ મામેલ પ્રતિક્રિયા આપતા પ્રતાપ દુધાતે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી પંચને તમાચા સમાન



















