શોધખોળ કરો
ગુજરાતના કયા પાટીદાર નેતા રાહુલ-સોનિયા ગાંધી માટે યુપીમાં કરશે પ્રચાર? જાણો વિગત
હાર્દિક પટેલ રાયબરેલી અને અમેઠી બેઠક પર પ્રચંડ પ્રચાર કરશે. નોંધનીય છે કે, રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અમેઠી બેઠક પર રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાર્દિક પટેલ આજથી યુપીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરવાના છે. હાર્દિક પટેલ રાયબરેલી અને અમેઠી બેઠક પર પ્રચંડ પ્રચાર કરશે. નોંધનીય છે કે, રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અમેઠી બેઠક પર રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી તરત જ તેમને પાર્ટીના સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. હવે હાર્દિક પટેલ યુપીમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે. આ માટે કોંગ્રેસે તેમનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.
વધુ વાંચો





















