UP Election Result 2022 Live: ચૂંટણીના પરિણામો બાદ યોગી આદિત્યનાથે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, જાણો શું કહ્યુ?
UP Election Result 2022 Live: યુપીમાં જ્યાં બીજેપી ફરી એકવાર પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યાં સપા ગઠબંધનને આશા છે કે આ વખતે જનતા તેમને સત્તાની ખુરશી પર બેસાડશે.

Background
UP Election Result 2022 Live: : ઉત્તરપ્રદેશ ચૂંટણીના 7 તબક્કાઓ પછી, હવે પરિણામોનો વારો છે. જ્યાં બીજેપી ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યારે સપા ગઠબંધનને આશા છે કે આ વખતે જનતા તેમને સત્તાની સત્તાની ખુરશી પર બેસાડશે.. આગામી કેટલાક કલાકોમાં યુપીનું લગભગ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને આ સૌથી મોટા રાજ્યની સત્તા કોના હાથમાં હશે તે જાણી શકાશે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક ક્ષણ અપડેટ્સ જાણવા માટે ABP ન્યૂઝ સાથે જોડાયેલા રહો.
આ જીત એક-એક કાર્યકર્તાની જીત છે
લખનઉમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ, સુરક્ષા અને વિકાસના મુદ્દા પર જનતાએ જીતના આશીર્વાદ આપ્યા છે. આ જીત એક-એક કાર્યકર્તાની જીત છે. આપણે ચાર રાજ્યોમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ.
ભાજપના તમામ નેતાઓનો આભાર માન્યો
લખનઉમાં ભાજપના કાર્યાલય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને તેઓએ કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ ચાર રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હું આ અવસર પર વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા સાથે ભાજપના તમામ નેતાઓનો આભાર માનું છું.





















