શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે કહ્યું- મોદીના અધૂરા વચન પર કોમેડી ફિલ્મ બનવી જોઈએ
ઉત્તર મુંબઈ સીટથી કોંગ્રેસ કેન્ડિડેટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનનારી ફિલ્મને મજાક ગણાવી છે.
મુંબઈઃ ઉત્તર મુંબઈ સીટથી કોંગ્રેસ કેન્ડિડેટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનનારી ફિલ્મને મજાક ગણાવી છે. મુંબઈ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, મોદીએ કોઈ વચન પૂરા કર્યા નથી. જણાવીએ કે પીએમ મોદીના જીવન પર બનેલ ફિલ્મને ચૂંટણી પંચે રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિવેક ઓબરોય સ્ટારર આ ફિલ્મ પહેા 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી.
સંસદીય ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે કહ્યું, નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ બીજુ કંઈ નહીં પણ પ્રધાનમંત્રી મોદી પર એક મજાક છે કારણ કે 56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈપણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેના જીવન પર બનેલ ફિલ્મ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા પર મજાક છે. ઉર્મિલાએ મજાકીય અંદાજમાં કહ્યું કે, તેના અને તેમના અધૂરા વચન પર કોમેડેી ફિલ્મ બનવી જોઈતી હતી.
માતોંડકરે કહ્યું, “એનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે લોકતાંત્રિક દેશના પ્રધાનમંત્રીએ પાંચ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી.” ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, તે વ્યક્તિગત રીતે એમએનએસ ચીફ રાજ ઠાકરેનું સનર્થન કરે છે અને તેમાં કંઈ ખોટું નથી.
કોંગ્રેસ ઉમેદવાર અને એક્ટ્રેસ ઉર્મિલાએ કહ્યું કે, “વ્યક્તિગત રીતે હું મરાઠી મુદ્દાને સંપૂર્ણ સમર્થન કરું છું અને હંમેશા કરીશ. મારું સમર્થન કરવા માટે રાજ ઠાકરેનો આભાર માનું છું.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement