શોધખોળ કરો
રાહુલ ગાંધીને તેના જ ભાઇએ કહ્યું- 'તે 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે'
વરુણ ગાધીએ કહ્યું કે, પીએમ મોદી સાથે રાહુલ ગાંધીનો કોઇ જ મુકાબલો નથી દેખાતો. હું કોઇ જ્યોતિષી નથી, પણ એટલુ જરૂર કહી શકીશ કે 10-20 વર્ષો સુધી આ સંભવ નથી. વરુણના કહેવાનો અર્થ હતો કે, રાહુલ ગાંધી આગામી 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે. કેમકે ઉચ્ચ પદ માટે મતદારો રાહુલને સ્વીકારશે નહીં
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને રાજનીતિ વધુ ઉગ્ર અને તેજ બની ગઇ છે. બીજેપી નેતા અને રાહુલ ગાંધીના પિતરાઇ ભાઇએ વધુ એક સ્ફોટક નિવેદન આપીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ એક મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીને બે દાયકાઓ સુધી વડાપ્રધાન નહીં બની શકવાની વાત કહી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે વરુણ ગાંધીને પુછવામાં આવ્યુ કે, શું રાહુલ ગાંધી પીએમ ઉમેદવાર માટે યોગ્ય છે? જવાબમાં વરુણ ગાધીએ કહ્યું કે, પીએમ મોદી સાથે રાહુલ ગાંધીનો કોઇ જ મુકાબલો નથી દેખાતો. હું કોઇ જ્યોતિષી નથી, પણ એટલુ જરૂર કહી શકીશ કે 10-20 વર્ષો સુધી આ સંભવ નથી. વરુણના કહેવાનો અર્થ હતો કે, રાહુલ ગાંધી આગામી 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે. કેમકે ઉચ્ચ પદ માટે મતદારો રાહુલને સ્વીકારશે નહીં.
નોંધનીય છે કે, વરુણ ગાંધી બીજેપી યુપીના પીલીભીત લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર છે. એટલુ જ નહીં રાહુલ ગાંધીના પિતરાઇ ભાઇ પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement