શોધખોળ કરો
હાર્દિક પટેલને લઈને CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન, જાણીને ચોંકી જશો

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ફોર્મ ભર્યાં પહેલા રોડ શો યોજ્યો છે. અમદાવાદમાં પોતાના શક્તિ પ્રદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. ત્યાં અમિત શાહ સાથે બેઠક કરીને ઘણાં ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણીએ હાર્દિક પટેલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ હાર્દિક પટેલને લઈને જણાવ્યું હતું કે, અમે ઈચ્છતા હતા કે હાર્દિક પટેલ ચૂંટણી લડે. કારણ કે તેની હાર નિશ્ચિત હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેને ફટકો આપ્યો છે. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજનો વિશ્વાસ તોડ્યો છે. તેને સમાજ સાથે ગદ્દારી કરી ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે. હાર્દિકે સમાજના નામે આંદોલન કરી ગદ્દારી કરી છે. રૂપાણીએ હાર્દિકને અલગાવવાદી ગણાવ્યો હતો. રૂપાણીએ મહેસાણાની સીટને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે, મહેસાણા સીટ પરથી નીતિન પટેલને ટિકીટને લઈને કોઇ સવાલ જ નથી. નીતિન પટેલ મહેસાણાની સીટ પરથી ચૂંટણી લડવાના નથી. રૂપાણીના આ નિવેદનથી રાજકારણમાં મહેસાણાની સીટને લઈને જે રાજકારણ ગરમાઇ રહ્યું હતું તેનો અંત આવી ગયો હતો.
વધુ વાંચો





















