શોધખોળ કરો
Advertisement
આ મહિલાએ બોલિવૂડની દિગ્ગજ સિંગરને ગણાવી પોતાની માતા, 50 કરોડના વળતરની કરી માગ
મહિલાનું કહેવું એ છે કે અનુરાધા એ એટલા માટે કર્યું કે કારણ કે તેઓ પોતાનાં વ્યસ્ત શેડયુલ અને કારકિર્દીમાં ચાલી રહેલાં સતત ગ્રોથનાં કારણે કરમાલાનું પાલન પોષણ કરી શક્યા નહોતા.
નવી દિલ્હીઃ કેરળની રહેવાસી એક મહિલાએ બોલિવુડની જાણીતી સિંગર અનુરાધા પૌંડવાલને પોતાની માતા ગણાવીને તેમની પાસેથી અધધ વળતર માગ્યું છે. કેરળની 45 વર્ષની કરમાલા મોડેક્સે સ્થાનિક જિલ્લા અદાલતમાં અનુરાધા સામે કેસ દાખલ કર્યો છે. તેણે સિંગર પાસેથી 50 કરોડનું વળતર પણ માગ્યું છે. કરમાલાએ જણાવ્યું કે, તે જ્યારે માત્ર 4 દિવસની હતી ત્યારે અનુરાધાએ તેને પોંનાચન અને અગનેસ નામના યુગલને સોંપી દીધી હતી. તેઓ જ તેના પાલક માતા-પિતા છે.
મહિલાનું કહેવું એ છે કે અનુરાધા એ એટલા માટે કર્યું કે કારણ કે તેઓ પોતાનાં વ્યસ્ત શેડયુલ અને કારકિર્દીમાં ચાલી રહેલાં સતત ગ્રોથનાં કારણે કરમાલાનું પાલન પોષણ કરી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત અનુરાધા પૌંડાવાલના લગ્ન અરુણ પોંડવાલ સાથે થયા હતા. 1952માં જન્મેલા અનુરાધાની ઉંમર 67 વર્ષની છે.
કરમલાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, “મારા પિતા પંચન 4-5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે મને મારી અસલી માતા વિશે કહ્યું જે ખરેખર અનુરાધા પૌડવાલ છે.
મને કહેવામાં આવ્યું કે હું ફક્ત 4વર્ષની હતી. મારી માતાએ મને મારા વર્તમાન માતાપિતાને સોંપી હતી. કરમલા કહે છે કે તેના પિતા સેનામાં હતા અને તે અનુરાધાના સારા મિત્ર હતા. તે દિવસોમાં તેમની પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં હતી અને બાદમાં તેમની બદલી કેરળમાં થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion