72 Hoorain Trailer: સેન્સર બૉર્ડની આપત્તિ છતાં '72 હૂરેં'નું ટ્રેલર રિલીઝ, જાણો કયા સીનના કારણે ના મળ્યું સર્ટિફિકેટ
આ ફિલ્મ આતંકવાદની ક્રૂર હકીકત બતાવે છે, તે બતાવે છે કે કેવી રીતે આતંકવાદીઓ પહેલા લોકોનું બ્રેઈનવૉશ કરે છે અને પછી બીજાને મારવા માટે દબાણ કરે છે.
72 Hoorain Trailer Out: સંજય પુરન સિંહની ફિલ્મ 72 હૂરેંનું ટ્રેલર બુધવારે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, સેન્સર બોર્ડે ફિલ્મના ટ્રેલરને ક્લિયર ન હતુ કર્યુ, તેમ છતાં મેકર્સે આનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફિલ્મના કૉ-પ્રૉડ્યુસર અશોક પંડિત કહે છે કે ટ્રેલરમાં મૃત શરીરનો પગ બતાવવામાં આવ્યો છે, આ કારણે સેન્સર બોર્ડને વાંધો છે. સેન્સર બોર્ડે આ સીન હટાવવા માટે કહ્યું હતું. જોકે ટ્રેલરમાંથી આ સીન હટાવવામાં આવ્યો નથી.
કેવું છે ટ્રેલર -
આ ફિલ્મ આતંકવાદની ક્રૂર હકીકત બતાવે છે, તે બતાવે છે કે કેવી રીતે આતંકવાદીઓ પહેલા લોકોનું બ્રેઈનવૉશ કરે છે અને પછી બીજાને મારવા માટે દબાણ કરે છે. ફિલ્મમાં પવન મલ્હોત્રા હકીમ અલીના રૉલમાં અને આમિર બશીર બિલાલ અહમદના રૉલમાં જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ -
ફિલ્મનું ટ્રેલર માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવામાં આવ્યું છે. તે થિયેટરમાં બતાવવામાં આવશે નહીં. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત અંગ્રેજી, બંગાળી, ભોજપુરી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુમાં પણ રિલીઝ થશે.
અશોક પંડિતનું નિવેદન -
ફિલ્મનું ટ્રેલર પાસ ના થવા પર અશોક પંડિતે પીટીઆઈને કહ્યું- 72 હૂરેંના નિર્માતાઓ ચોંકી ગયા છે કે સેન્સર બોર્ડે અમારી ફિલ્મના ટ્રેલરને પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી દીધો છે. એકબાજુ તમે ફિલ્મને નેશનલ એવોર્ડ આપ્યો છે અને બીજીબાજુ તમે આ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ નથી આપી રહ્યા. અમને લાગે છે કે CBFC સાથે કોઈ સમસ્યા છે. અમે CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીને વિનંતી કરીએ છીએ કે જેમણે આવો હાસ્યાસ્પદ નિર્ણય લીધો છે તેમને બરતરફ કરો.
મેકર્સ આ મામલાને મંત્રાલયમાં લઈ જશે
ફિલ્મના ટ્રેલરને નકારી કાઢવાના નિર્ણયથી માત્ર નિર્માતાઓને જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. ફિલ્મના મેકર્સનું કહેવું છે કે તેઓ આ મુદ્દાને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડશે. આ સાથે, અમે તેને માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ મોકલીશું અને સંબંધિત અધિકારીઓને આ મામલે હસ્તક્ષેપ કરવા અને CBFCના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગવા વિનંતી કરીશું.
Join Our Official Telegram Channel: