શોધખોળ કરો
Advertisement
આલિયા ફર્નિચરવાલાની ડેબ્યૂ ફિલ્મ ‘જવાની જાનેમન’માં તેનો ફર્સ્ટ લૂક રિલીઝ
આ ફિલ્મથી અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા બોલિવુડમાં પોતાની એક્ટીંગ કેરિયર શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે.
મુંબઈ: ‘જવાની જાનેમન’ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહેલી એક્ટ્રે આલિયા ફર્નિચરવાલાનો આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું
ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સૈફ અલી ખાન સાથે તબુ અને આલિયા ફર્નિચરવાલા સામેલ છે. આ ફિલ્મથી અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા બોલિવુડમાં પોતાની એક્ટીંગ કેરિયર શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન પિતાના રોલમાં છે અને આલિયા ફર્નિચરવાલા તેની દીકરીના રોલમાં છે. ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. સૈફ અલી ખાન લાંબા સમય પછી તબ્બુ સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું પાત્ર એક એવા વ્યક્તિનું છે, જે એકલા રહેવામાં વિશ્વાસ રાખે છે અને પોતાની યુવાનીના દિવસોમાંથી બહાર નથી નીકળી શક્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion