શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- દારુ અને ડ્રગ્સનાં રવાડે ચઢી ગઈ હતી
લોરેન કલાકો સુધી ફ્લાઈટમાં બેસીને રડ્યા કરતી હતી. પણ જેવી જ તે લોકોની વચ્ચે આવતી ત્યારે તે પોતા ઠીક હોવાનો દેખાડો કરવા લાગતી હતી.
મુંબઈઃ ફિલ્મ ABCDથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાનારી એક્ટ્રેસ લોરેન ગોટબિલ, ડાન્સ રિયલ્ટી શો ઝલક દિખલાજામાં જજ પણ રહી ચૂકી છે. લોરેન સોશ્યલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હાલમાં જ લોરેને પોાતના વ્યક્તિગત જીવન વિશે ખુલાસો કરીને ચોંકાવી દીધા છે.
લોરેને કહ્યું કે, સોશિયલ મીડિયા પર હું પોતાને બહુ ખુશ અને લકી દેખાડી રહી હતી. વાસ્તવમાં એવું નથી. અંદરને અંદર જ હું ખુબ દુખી અને પરેશાન હતી. લોરેને જણાવ્યું કે, તે આલ્કોહોલ ડ્રગ્સ અને તેના જેવી તમામ વસ્તુઓમાં પોતાની ખુશી શોધી રહી હતી. તે લગભગ 8 મહિના સુધી લગભગ તમામ જગ્યાઓ પરથી ગાયબ થઈ ગઈ હતી.
જે બાદ લોરેન લોસ એન્જલસ ગઈ અને તેને એક થેરાપિસ્ટ મળી. તેણે કહ્યું કે, હું એવું અનુભવી રહી હતી કે, કોઈક ઊંડા ખાડામાં ફસાઈ ગઈ છે. અને કોઈ તેને બહાર કાઢી રહ્યું નથી. જો કોઈ તેનો ફોટો લેતો તો તેને એવું લાગતું કે તેની પાસેથી તે કાંઈક છીનવી રહ્યો છે. લોરેન બેસબોસ કેપ અને ઈયરફોન લગાવીને કલાકો સુધી આમતેમ ફરતી રહેતી હતી.
લોરેન કલાકો સુધી ફ્લાઈટમાં બેસીને રડ્યા કરતી હતી. પણ જેવી જ તે લોકોની વચ્ચે આવતી ત્યારે તે પોતા ઠીક હોવાનો દેખાડો કરવા લાગતી હતી. લોરેને એ વાત માની કે તે એક પ્રકારની જાળમાં ફસાઈ ગઈ હતી. આ પ્રસિદ્ધિ અને કિસ્મતની બનેલી જાશ હતી, જેમાં હું લાલચી થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement