શોધખોળ કરો
એક્ટર ઈરફાન ખાનની તબીયત લથડી, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ
ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી.
નવી દિલ્હી: લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરનો સારવાર કરાવી રહેલા બૉલીવૂડ અભિનેતા ઈરફાન ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે છેલ્લા કેટલાક દિવસથી આઈસીયૂમાં છે. જો કે હોસ્પિટલના સૂત્રોએ તેમના સ્વાસ્થ અંગે કોઈ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો છે. જણાવામાં આવી રહ્યું છે કે, ઈરફાન રેગ્યુલર ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં કરાવે છે.
ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા. જો કે હાલમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે.ઉ
ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement