પુત્રને ઓલિમ્પિક્સની તૈયારી કરાવવા બોલીવુડનો આ સ્ટાર દુબઈ થયો શિફ્ટ, જાણો દીકરો છે કઈ રમતમાં ચેમ્પિયન ?
થોડા દિવસો પહેલા આર માધવનના પુત્ર વેદાંતે બેંગ્લોરમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં મહારાષ્ટ્ર માટે સાત મેડલ જીત્યા હતા.
બોલિવૂડ એક્ટર આર માધવન એક યા બીજા કારણોસર સતત ચર્ચામાં રહે છે. આર માધવને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની પ્રથમ ફિલ્મે દર્શકોના મન મોહી લીધા હતા. પરંતુ તાજેતરમાં આર. માધવને મોટો નિર્ણય લીધો છે. તેણે પત્ની અને પુત્ર સાથે દુબઈ શિફ્ટ થવાનો ફેંસલો લીધો છે.
બોલિવૂડ હંગામા વેબસાઈટ અનુસાર, આર માધવનનો પુત્ર વેદાંત માધવન એક ઉત્તમ સ્વિમર છે. થોડા દિવસો પહેલા આર માધવનના પુત્ર વેદાંતે બેંગ્લોરમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં મહારાષ્ટ્ર માટે સાત મેડલ જીત્યા હતા. ત્યારથી તે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે. આર માધવન પણ પોતાના દિકરાને સપનું સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્થન આપતા જોવા મળે છે.
આર માધવનનો પુત્ર વેદાંત માધવન 2026 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે. જો કે, મુંબઈમાં કોવિડ-19ના કારણે સ્વીમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેની પ્રેક્ટિસમાં અડચણો આવી રહી છે. તેથી જ આર માધવન અને તેની પત્ની સરિતાએ વેદાંતની પ્રેક્ટિસ કરવા માટે દુબઈ શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. તે સમગ્ર વિશ્વમાં સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતી રહ્યો છે અને અમને ખૂબ ગર્વ અનુભવી રહ્યો છીએ. તેને સારામાં સારી પ્રેક્ટિસ મળે તેથી દુબઈ શિફ્ટ થઈ રહ્યા છીએ.
વેદાંત માધવન સારો સ્વિમર છે. વેદાંતે સ્વિમિંગમાં 7 રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. વેદાંતે 47મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા. આ સ્પર્ધા બેંગ્લોરમાં યોજાઈ હતી. વેદાંતે આ ઈવેન્ટમાં ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 4 × 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ અને 4 × 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે 100 મીટર, 200 મીટર અને 400 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ પણ જીત્યા હતા.
View this post on Instagram