મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં અંગદનું પાત્ર ભજવનાર અને ઘણી ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની કારને અકસ્માત થયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે મુંબઈની શ્રીજી હોટલ પાસે તેની બીએમડબ્લ્યૂ કાર અન્ય એક કાર સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
2/7
સૂત્રો મુજબ આ પાર્ટીમાં સિદ્ધાર્થે દારૂના નશામાં ખૂબ અપશબ્દો બોલ્યા. જ્યારે કુનાલે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર પણ બૂમો પાડી.
3/7
કહેવાઈ રહ્યું છે કે આ મામલાની શરૂઆત કેટલાક દિવસો પહેલા એક પાર્ટીમાં થઈ હતી. આ પાર્ટીમાં શો સાથે જોડાયેલા એક્ટર્સ કુનાલ વર્મા, રશ્મિ દેસાઈ અને જાસ્મીન ભસીન શામેલ હતી.
4/7
સિદ્ધાર્થ ‘દિલ સે દિલ તક’, ‘લવ યુ જિંદગી’, ‘આહટ’, ‘જાને પહચાને સે યે અજનબી’ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂક્યો છે. તે રિયાલિટી શોમાં પણ જાણીતો ચહેરો છે. સિદ્ધાર્થ ‘બિગ બોસ’, ‘ખતરો કે ખિલાડી’, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘કોમેડી ક્લાસેસ’, ‘સાવધાન ઈન્ડિયા’ સહિત શોમાં જોવા મળ્યો છે.
5/7
આ અકસ્માત મુબંઈના ઓશિવારા વિસ્તારમાં થયો હતો. સિદ્ધાર્થની કાર પણ બહુ ફાસ્ટ જઈ રહી હતી. સિદ્ધાર્થ નશામાં કાર ડ્રાઈવ કરી રહ્યો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
6/7
સુત્રો પ્રમાણે, શનિવાર સાંજે સિદ્ધાર્થ શુક્લાની બીએમડબલ્યુ કારને અકસ્માત થયો હતો. જેમાં અભિનેતાને થોડી ઈજા પહોંચી હતી. સિદ્ધાર્થની કારે એકસાથે ત્રણ કારને ટક્કર મારી હતી.
7/7
સિદ્ધાર્થની કારને અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સિદ્ધાર્થ શુક્લા જ્યારે પોતાની કાર ડ્રાઈવ કરી રહ્યો હતો, ત્યારે એક અન્ય કાર સાથે ટક્કર થઈ ગઈ હતી. આ ઘટનામાં સિદ્ધાર્થની કાર સહિત ત્રણ વાહનોને નુકસાન થયું હતું. જ્યારે અકસ્માતમાં સિદ્ધાર્થને થોડી ઈજા થઈ છે.