આ વિવાદ મામલે નવો વળાંક આવ્યો છે. હિનાનું માનવું છે કે તેના પર લાગેલા આરોપ ખોટા છે, જેના માટે તેણે જવેલરી બ્રાંડને લીગલ નોટીસ મોકલી છે. આ લીગલ નોટીસની કોપી હિનાએ પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
2/3
મુંબઈ: બિગ બોસ ફેમ હિના ખાન હંમેશા વિવાદોમાં રહે છે. થોડા દિવસ પહેલા હિના પર 12 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. હિના ખાને આ આરોપ મામલે પોતાની વાત સોશયલ મીડિયા એકાઉન્ટ પર લખી છે. હિના પર આરોપ લગાવતા એક ન્યૂઝ ચેનલે ખબર ચલાવી હતી કે હિનાએ એક ઈવેન્ટ માટે 12 લાખની જવેલરી લીધી હતી, જે બાદમાં પરત કરવાની હતી, પરંતુ હિનાએ એવું નથી કર્યું. ત્યારબાદ હિનાને કાનૂની નોટીસ પણ મોકલવામાં આવી છે.
3/3
થોડા દિવસ પહેલા હિનાએ આ આરોપ પર પોતાની વાત રાખતા સોશયલ મીડિયા પર લખ્યું હતું, હું હેરાન છું જે કાયદાકીય નોટીસ મારી વિરૂદ્ધ મોકલવામાં આવી છે. તે અત્યાર સુધી મારા ઘરે નથી પહોંચી. કાનૂની નોટીસ તો મારા ઘરે નથી પહોંચી પરંતુ તમામ મીડિયા પહોંચી ગયું છે. માફ કરો આ પેંતરો નહી ચાલે.