શોધખોળ કરો
Advertisement
‘લગ્ન વગર દીકરીને જન્મ આપવો એ ભૂલ સુધારવી છે મારે’, 31 વર્ષ બાદ એક્ટ્રેસે વ્યક્ત કર્યું દુઃખ
નીના સિનેમા જગતમાં મોર્ડન વિચારને લઈને ઘણી જાણીતી થઈ હતી. નીનાનું 80ના દાયકામાં જ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે અફેર થયું.
મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સંઘર્ષોની કહાની તો ઘણીવખત સાંભળવા મળે છે. અહીં કારકિર્દી બનાવવાથી લઈને વ્યક્તિગત સંબંધો સુધી દરેક તબક્કે સંઘર્ષ જોવા મળે છે. હાલમાં જ એક દિગ્ગજ એક્ટ્રેસે પોતાના સંબંધને લઈને સ્ટ્રગલની કહાની સંભળાવી છે. આ એક્ટ્રેસ સ્ટ્રોંગ વુમન અને સિંગલ મધર તરીકે ઓળકાય છે. પરંતુ આ મજબૂતી સુધી પિહોંચવું એટલું સરળ નથી હોતું. વાત થઈ રહી છે એક્ટ્રેસ નીના ગુપ્તાની. જેણે લગ્ન વગર જ દીકરી મસાબા ગુપ્તાને જન્મ આપ્યું અને તેના ઉછેર સાથે જોડાયેલ સંઘર્ષની વાતો જણાવી.
નીનાએ એક વેબસાઈટને વાત કરતાં કહ્યું કે, જો મને મારા જીવનમાં કરેલી ભૂલ સુધારવા મળે તો મારે ક્યારેય લગ્ન વગર મા ન્હોતું બનવું. બધા જ બાળકોને માતા પિતા બન્નેની જરૂર હોય છે. હું મસાબા સાથે ઈમાનદારીથી બધું શેર કરતી રહી. જેના કારણે અમારા સંબંધમા કોઈ જ દરાર નથી આવી. એને પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.
નીના સિનેમા જગતમાં મોર્ડન વિચારને લઈને ઘણી જાણીતી થઈ હતી. નીનાનું 80ના દાયકામાં જ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે અફેર થયું. નીનાએ વિવિયન રિચર્ડસ સાથે લગ્ન વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો. વિવિયન રિચર્ડસ પણ ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ હતું. ત્યારે વિવિયન રિચર્ડસએ નીના સાથે મુલાકાત કરી ત્યારે તે પહેલાથી પરણેલ હતા. આ વાત જાણવા છતાં નીનાએ તેને લવ કર્યો અને અફેર ચાલ્યું. વિવિયન રિચર્ડસ સાથે દિલ તૂટ્યા બાદ નીનાએ વર્ષ 2008માં દિલ્હીમાં રહેનાર વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા. બન્નેએ છુપાઈને અમેરિકામાં લગ્ન કરી લીધા હતા.
60 વર્ષીય નીના ગુપ્તા હાલમાં પોતાની બીજી ઇનિંગને ખૂબ એન્જોય કરી રહી છે. તે 2018માં આવેલ ફિલ્મ બધાઈ હો માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પણ જીતી ચૂકી છે. આ એવોર્ડ પર નીના ખુદ પણ હેરાન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement