શોધખોળ કરો
Advertisement
થિયેટરમાં અજાણ્યા શખ્સે પાછળથી આવીને બોલિવૂડની આ અભિનેત્રીની છાતી પર હાથ મુકી દીધો પછી શું થયું?
બહુ ઓછા લોકો જાણતાં હશે કે, સોનમ કપૂર એકવાર યૌન શોષણનો શિકાર બની ચૂકી છે. સોનમે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં ખૂબ જ પોપ્યુલર છે. સોનમ પોતાની ફિલ્મો ઉપરાંત સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને બોલ્ડ નિવેદનોને લીધે પણ ચર્ચામાં રહેતી હોય છે. ‘નીરજા’ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા અને તેને આના માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. જોકે બહુ ઓછા લોકો જાણતાં હશે કે, સોનમ કપૂર એકવાર યૌન શોષણનો શિકાર બની ચૂકી છે. સોનમે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
સોનમે ‘ધ એક્ટ્રેસ રાઉન્ડ ટેબલ’ નામના શો પર પોતાની સાથેના ખરાબ અનુભવને શેર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે અનુષ્કા શર્મા, રાધિકા આપ્ટે, વિદ્યા બાલન અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ પણ હાજર હતી. સોનમે જણાવ્યું હતું કે, તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેની સાથે આ ઘટના ઘટી હતી.
સોનમે જણાવ્યું હતું કે, થિયેટરમાં એક શખ્સ આવ્યો અને પાછળથી તેણે મારી છાતી પર હાથ મુકી દીધો હતો તે સમયે હું બહુ જ ડરી ગઈ હતી. જોકે તે વખતે મારે સ્તન નહોતા. હું ધ્રૂજવા લાગી અને મને ખબર નહોતી કે, શું થઈ રહ્યું છે. હું રડવા લાગી.
મેં આ વિશે કોઈને કંઈ જણાવ્યું નહીં અને ત્યાં જ બેસી રહી. મેં ફિલ્મ જોવાનું ચાલું રાખ્યું અને આખી ફિલ્મ જોઈ. ત્યાર બાદ મને સમજાયું કે આ મારી ભૂલ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement