બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા ગંભીર આરોપથી ફિલ્મ જગતમાં હંગામો મચી ગયો છે. ત્યારે આખરે આ મામલે નાના પાટેકરે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે હવે આ મામલો કોર્ટમાં જશે અને તેઓ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. નાના પાટેકરે તનુશ્રીના આરોપને પાયા વિહોણા ગણાવતા આ મામલો કોર્ટમાં લઈ જવા કહ્યું છે.
2/6
તનુશ્રીએ કહ્યું હતું કે, સુનિલ શેટ્ટીએ પણ વિવેદ અગ્નિહોત્રીની વાત સાંભળીને તરત જ કહ્યું હતું કે જો મદદની જરૂર છે તે હું મદદ કરી શકું છું. તનુશ્રીએ કહ્યું હતું કે, ઈંડસ્ટ્રીઝમાં ઈરફાન અને સુનિલ શેટ્ટી જેવા સારા લોકો પણ છે.
3/6
તનુશ્રીએ જણાવ્યું હતું કે, વિવેક અગ્નિહોત્રીએ તેવું કહેતાં જ ઈરફાને વિવેકને ટકોર કરી હતી. ઈરફાને કહ્યું હતું કે, તમે આ શું કરી રહ્યા છો. તેણે આ બધું કરવાની જરૂર નથી. મને એક્ટિંગ આવડે છે.
4/6
ડીએનએને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રીએ કહ્યું હતું કે, વિવેક અગ્નિહોત્રી ઈચ્છતો હતો કે હું અભિનેતા ઈરફાન ખાનના શોર્ટમાં મદદ કરું. આ ફક્ત ઈરફાનનો ક્લોઝ-અપ શોર્ટ હતો. તે શોર્ટમાં મારો ક્યાં રોલ નહતો. હું શોર્ટમાં આવવાની પણ નહોતી. ઈરફાનને પોતાના ક્લોઝ અપમાં કોઈ વસ્તુને જોઈને એક્સપ્રેશન આપવાના હતાં. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ મને કહ્યું હતું કે, જઈને કપડાં ઉતારી નાખ અને ઈમરાનની મદદ કર.
5/6
તનુશ્રી દત્તાએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ તેના કપડાં ઉતારીને નાચવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે જણાવ્યું કે, અભિનેતા ઈરફાન ખાન અને સુનિલ શેટ્ટીના વખાણ કરતાં કહ્યું હતું કે, આ કલાકારોએ તાત્કાલિક વિવેદની વાતનો વિરોધ કર્યો હતો.
6/6
‘આશિક બનાયા આપને’ ફેમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર બાદ હવે નિર્દેશક વિવેદ અગ્નિહોત્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં ફિલ્મ ‘ચોકલેટ: ડીપ ડાર્ક સિક્રેટ’ના સેટ પર ખોટો વ્યવહાર કર્યો હતો.