ઐશ્વર્યાએ ઈંસ્ટાગ્રામ પર આવવાનો નિર્ણય કરણ જોહર અને મનીષ મલ્હોત્રાના કહેવા પર લીધો છે. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા બે વર્ષ બાદ ફિલ્મ ‘ફન્ને ખાં’ દ્વારા રૂપેરી પડદે પાછી ફરશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ જોવા મળશે. અતુલ માંજરેક્ટર આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ 13 જુલાઈએ રિલીઝ થશે.
2/4
મીડિયા અહેવાલ અનુસાર ઐશ્વર્યા 11 મેથી ઈંસ્ટાગ્રામ પર આવી જશે. મહત્વનું છે કે ઐશ્વર્યા 12મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળશે. એવામાં આશા છે કે ઐશ્વર્યા આ તસવીરો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા સિવાય કરીના કપૂર, રાની મુખર્જી અને કંગના રનૌત જેવી એક્ટ્રેસ આજે પણ સોશિયલ મીડિયાથી દૂર છે.
3/4
ઐશ્વર્યા બોલિવુડના ગણતરીના એવા સેલિબ્રિટિઝમાં સામેલ છે જેમણે હજુ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર પોતાનું અકાઉંટ નથી બનાવ્યું. જો કે હવે ઐશ્વર્યાએ ફાઈનલી ઈંસ્ટાગ્રામ અકાઉંટ ખોલવાનું નક્કી કરી લીધું છે. અત્યાર સુધી ઐશ્વર્યા સોશિયલ મીડિયાથી દૂર હતી. મીડિયા સાથે વાત કરતાં ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર આવવા અંગે પોઝિટિવ પ્રતિક્રિયા આપી હતી.
4/4
નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય, કરીના કપૂર, સૈફ અલી ખાન કેટલાક એવા સ્ટાર્સ છે જે સોશિયલ મીડિયાથી દૂર છે. ઘણાં લાંબા સમયથી ફેન્સની ઈચ્છા હતી કે ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયામાં ડેબ્યૂ કરે પરંતુ ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. જોકે 44 વર્ષની ઐશ્વર્યા રાય હવે કંઈક એવું કરવી જઈ રહી છે જે જાણીને તેના ફેન્સને ખુશી થશે.