શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: પોપ સિંગર રિહાનાના ટ્વિટ બાદ અક્ષય કુમાર આવ્યો મેદાનમાં, ખેડૂતોને લઈ શું કહ્યું ? જાણો
વિદેશી હસ્તીઓને લઈ વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે. ત્યારે ખેડૂત આંદોલનને લઈને હોલિવૂડ સ્ટાર રિહાનાએ ટ્વિટ કરતા હોબાળો મચી ગયો છે. હવે આ વિવાદમાં અક્ષય કુમાર પણ કૂદી પડ્યો છે. વિવાદ એટલો બધો વધી ગયો છે કે, આજે વિદેશ મંત્રલાયે સલાહ આપવી પડી છે. ત્યારે વિદેશ મંત્રાલયને પોતાનું સમર્થન આપતા અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, જે લોકો આ મામલે મતભેદ કરવામાં લાગેલા છે તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી.
અક્ષયે લખ્યું કે, “ખેડૂતો આપણા દેશના એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમના મુદ્દાના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મતભેદ પેદા કરનારા કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન આપવાની જગ્યાએ એક સૌહાર્દપૂર્ણ સંકલ્પનું સમર્થન કરે.”
વિદેશી હસ્તીઓને લઈ વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાણકારી વગર કોમેન્ટ કરવાને બેજવાબદાર ગણાવ્યું છે.
રિહાનાએ ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈને 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે એક ટ્વીટ કર્યું હતું. રિહાનાએ એક રિપોર્ટની લિંક શેર કરતાં આંદોલન દરમિયાન ઇન્ટરનેટ સેવા રોકવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, આપણે આ મુદ્દે ચર્ચા કેમ નથી કરી રહ્યાં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion