શોધખોળ કરો
Advertisement
ડાઈહાર્ડ ફેન: અક્ષય કુમારને મળવા માટે દ્વારકાથી યુવક 900 કિમી ચાલતા મુંબઈ પહોંચ્યો !
અક્ષય કુમારનો આ ડાઈહાર્ડ ફેન પરબત ગુજરાતના દ્વારકાનો છે અને અક્ષયને મળવા દ્વારકાથી મુબંઈ સુધી 900 કિલોમીટર ચાલતો ગયો હતો.
અમદાવાદ: બોલિવૂડ સુપસ્ટાર અક્ષય કુમારના કરોડો ફેન્સ છે અને તેની એક ઝલક માટે ફેન્સ હંમેશા આતુર હોય છે. અમુક ફેન્સ એટલા બધા ક્રેઝી હોય છે કે પોતાના મનપંસદ એક્ટરને મળવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. એવો જ એક અક્ષયનો ચાહક તેને મળવા માટે 18 દિવસમાં 900 કિલોમીટર ચાલીને મુંબઈ પહોંચ્યો હતો. જે અક્ષય માટે પણ આશ્ચર્ય હતું. અક્ષયે સોશિલ મીડિયા પર તેની સાથે તસવીર પણ શેર કરી છે.
અક્ષય કુમારનો આ ડાઈહાર્ડ ફેન ગુજરાતના દ્વારકા જીલ્લાના કલ્યાણપુરનો છે અને તેનું નામ પરબત છે. જે અક્ષયનો મોટો ફેન્સ છે. પરબત અક્ષયને મળવા માટે દ્વારકાથી મુબંઈ સુધી 900 કિલોમીટર ચાલતો ગયો હતો અને અક્ષયને મળવાનું પોતાનું સ્વપ્નુ પૂરું કર્યું હતું.
આ ફેન્સ સાથેનો વીડિયો શેર કરીને અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “આજે દ્વારકાથી પરબત મને મળ્યો, રવિવારે મને મળવાનો પ્લાન બનાવીને 18 દિવસમાં 900 કિલોમીટર ચાલીને અહીં આવ્યો. જો આપણા યુવાનો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના પ્લાન બનાવી અને તેને મેળવવાનો નિશ્ચય કરે તો, તેમને કોઈ જ નહીં રોકી શકે !”
વીડિયોમાં અક્ષય કુમાર સાથે ચાહક વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે રવિવાર મુંબઈ પહોંચી જાઉં તે રીતે રાતે પણ ચાલતો હતો. જ્યારે અક્ષયે પૂછ્યું કે શું તે જાણે છે કે રવિવારે અક્ષય તેમના ઘરે મળશે, ત્યારે ચાહકે કહ્યું, “મને ખબર છે સર, હું તમારો ચાહક છું ( હું બધું જ જાણું છું. હું તમારો ચાહક છું).”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement