શોધખોળ કરો
Advertisement
બોલિવૂડનું આ હોટ કપલ લગ્નના બંધનમાં બંધાશે, ફેમિલી કોર્ટમાં કરાવ્યું રજિસ્ટ્રેશન
અલી અને ઋચા પ્રથમવાર 2012માં ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા અને ત્યારથી તેઓ દોસ્ત છે.
મુંબઈઃ બોલીવુડમાં વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યુ છે. આ સ્ટાર કપલ ઋચા ચડ્ડા અને અલી ફઝલ એપ્રિલના અંતિમ સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. અભિનેતાના પ્રવક્તા અનુસાર, બંનેએ મુંબઇની એક કોર્ટમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે હાલ ફક્ત લગ્નના રજીસ્ટ્રેશન માટે તારીખ લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કપલ એપ્રિલના અંતિમ સપ્તાહમાં ઑફિશિયલ રજીટ્રેશન કરાવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તે બાદ જ સમારોહ કાર્યક્રમ થશે. અમે ફક્ત એટલું કહી શકીએ કે આ એક ખુશીનો અવસર છે.
જણાવી દઇએ કે બોલીવુડ એક્ટ્રેસ ઋચા ચડ્ડા અને અલી ફઝલના પરિવારજનો બંને જ લગ્નને લઇને ખુશ છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે.
તમને જણાવી દઇએ કે, અલી અને ઋચા પ્રથમવાર 2012માં ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા અને ત્યારથી તેઓ દોસ્ત છે. જોકે તેમણે ડેટ કરવાનું 2015માં શરૂ કર્યું હતું અને 2017માં બંન્નેએ પોતાના સંબંધને સાર્વજનિક કરી દીધો હતો. હવે ફાઇનલી તેઓ લગ્ન કરવા જઇ રહ્યા છે.
ત્યાં જ વર્ક ફ્રંટની વાત કરીએ તો અલીનું ‘મિર્ઝાપુર સીઝન-2’ આવવાનું છે. ત્યાં જ રિચા તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ પંગામાં નજર આવી હતી. જેમા લીડ રોલ કંગના રનોટે અદા કર્યો હતો. અલી બોલિવૂડ સાથે ઇન્ટરનેશનલ સિનેમામાં પણ પોતાની ઓળખ ઉભી કરી રહ્યો છે. વંડર વુમન એક્ટ્રેસ ગોલ ગૈડટ સાથે અલી ‘ડેથ ઓન ધ નીલ’ની સ્ક્રિનમાં નજર આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement