શોધખોળ કરો
Advertisement
રણબીર કપૂર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?
આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે.
મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે નજર આવાના છે. તેની વચ્ચે બન્નેના રિલેશનની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રિલેશનમાં છે. આ કપલ જલ્દીજ લગ્ન કરશે તેના અહેવાલ પણ સામે આવતા રહે છે. એવામાં હવે આ તમામ ખબરો પર આલિયા મૌન તોડ્યું છે.
આલિયાએ રણબીર સાથેના લગ્નની અફવાને મનોરંજન ગણાવી છે. આલિયાએ કહ્યું, હું આ તમામ ખબરોને લઈને શ્યોર નથી. મને લાગે છે કે દર ત્રણ મહીને મારા લગ્નના નવા સમાચારો આવતા રહે છે. મને આ ખૂબજ એન્ટરટેનિંગ લાગે છે. આ બધુ મને માત્ર મનોરંજન કરે છે. હું તેને ગંભીરતાથી નથી લેતી. એક્ટ્રેસનું કહેવું છે કે, લોકોની વચ્ચે જે પણ અફવા છે તે માત્ર તેને એન્ટરટેનિંગ લાગે છે.
આ મામલે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે, બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને જરૂરી નથી કે તેમના વિશે બધુ બધાને ખબર હોય. રણબીર વ્યક્તિગત રીતે સારો છે. આ રિલેશનને દિશા આપવું બન્નેના હાથમાં છે. આ બન્નેએ નક્કી કરવાનું છે કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે કે નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા અને રણબીર ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી ચર્ચા છે. થોડા દિવસ પહેલા રણબીરના કઝીન અરમાન જૈનના લગ્નમાં આલિયાને રણબીર અને તેમની માતા નીતુ સિંહ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. લગ્નમાં સામેલ થયા બાદ આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement