શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચને કરી આ એક નાની ભૂલ તો લોકોએ લગાવી દીધો ચોરીનો આરોપ, જાણો વિગતે
અમિતાભ બચ્ચનની આ પૉસ્ટને લગભગ 3.2 K વાર રી-ટ્વીટ કરવામાં આવી ચૂકી છે. વળી 40.3 Kથી વધુ વાર આને લાઇક્સ મળી ચૂક્યા છે
મુંબઇઃ બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની એક ભૂલ તેમના માટે મુશ્કેલી બની ગઇ છે. ખરેખરમાં, 'ગૉલ્ડન ગર્લ' હિમા દાસને આસામ પોલીસની સ્ટાઇલમાં અભિનંદન પાઠવ્યા છે, જેમાં બિગ બી અહીં આસામ પોલીસને ક્રેડિટ આપવાનું ભૂલી ગયા. તો લોકોએ કૉપી પેસ્ટ, પૉસ્ટ ચોરીનો આરોપ લગાવી દીધો હતો.
દેશની યુવા એથ્લિટ હિમા દાસે માત્ર 20 દિવસની અંદર જ દેશને 5 ગૉલ્ડ મેડલ અપાવ્યા, આ જીતની સાથે દેશનું નામ રોશન થયુ હતું. આસામ પોલીસે એક ક્રિએટીવ તસવીર શેર કરીને હિમા દાસને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ જ તસવીરને બીગ-બીએ કૉપી કરીને પોતાના હેન્ડલ પરથી અભિનંદન પાઠવ્યા. ફેન્સે બીગ-બીની આ હરકત જોઇને તેમના પર ચોરીનો આરોપ લગાવી દીધો હતો. પૉસ્ટ ચોરવાનો આરોપ લગાવ્યો હતો.
હિમાને અભિનંદન આપતા બિગ-બીએ લખ્યુ કે, 'હિમા દાસ.... ભારતનું ગૌરવ... ચંદ્રમા અને તેનાથી પણ આગળ... વાસ્તવમાં.. અદભૂત.'
અમિતાભ બચ્ચનની આ પૉસ્ટને લગભગ 3.2 K વાર રી-ટ્વીટ કરવામાં આવી ચૂકી છે. વળી 40.3 Kથી વધુ વાર આને લાઇક્સ મળી ચૂક્યા છે.T 3233 - Hima Das .. the pride of India .. to the Moon and beyond .. indeed but we need to add another Moon for she has done 5 now .. AMAZING !!???????????????????????????????????????????????????????????????????????? pic.twitter.com/bE18xU0PSx
— Amitabh Bachchan (@SrBachchan) July 21, 2019
Congrats @HimaDas8 on your Fourth Gold.
Your success makes us feel over the Moon, literally! May the fifth, sixth, seventh .... follow and may your winning streak shine brighter than the Moon & Stars! Mon to etia #MoonJai pic.twitter.com/vV9NswmIA0 — Assam Police (@assampolice) July 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement