શોધખોળ કરો
Advertisement
covid-19 અંગે અમિતાભ બચ્ચને શેર કરી ખોટી માહિતી, જ્યારે લોકોએ ઉડાવી મજાક તો ટ્વીટ.....
આવી ભૂલો કોઈના કોઈથી થતી રહે છે. જોકે, અમિતાભ બચ્ચને જનતા કર્ફ્યૂનું સમર્થન કરતા સાંજે 5 વાગ્યે પરિવાર સાથે ઘરની છત ઉપર ચઢીને તાળી વગાડી હતી.
મુંબઈઃ રવિવારે ભારત જનતા કર્ફ્યૂના કારણે બંધ રહ્યું. કોરોના વાયરસથી બચાવ માટે પ્રધાનમંત્રી મોદીએ તમામ દેશવાસિઓને ઘરમાં જ રહેવા કહ્યું હતું. એવામાં સાંજે 5 કલાકે લોકોને ડોક્ટરો સહિત અને અન્ય ફરજ બજાવતા કર્મચારીઓનું તાળી પાડીને અભિવાદન કર્યું હતું. તેમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર પણ સામેલ થયો.
ખોટી જાણકારી આપીને ફસાયા અમિતાભ
ઇન્ટરનેટ પર અહેવાલ ચાલી રહ્યા હતા કે તાળી પાડવાથી કોરોના વાયરસ ખત્મ થઈ જાય છે. આ માહિતી ખોટી હતી પરંતુ અમિતાભ બચ્ચને તેના ફેક હોવા પર ધ્યાન ન આપતા ટ્વીટ કર્યું. અમિતાભે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘એક સલાહ આપવામાં આવી છે. 22 માર્ચ અમાસ એટલે કે મહિનાની સૌથી કાળી રાત છે. તેમાં વાયરસ બેક્ટેરિયા, ખરાબ અને કાળી શક્તિઓે સૌથી વધારે પાવરફુલ હોય છે. શંખ બજાવવાથી વાયરસ નબળો પડે છે અને ઓછો થાય છે. ચંદ્ર રેવતી નક્ષત્રમાં જાય છે. તેનાથી લોહીનું વહન સારી રીતે થાય છે.’
અમિતાભ બચ્ચનના ટ્વીટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તેમના ટ્વીટમાં આપેલી માહિતી ખોટી ગણાવવાનું શરૂ કર્યું હતું. અનેક લોકોએ જવાબમાં ટ્વીટ કર્યું હતું. લોકોએ આ માહિતીને ફેક ન્યૂઝનું નામ આપ્યું હતું. ત્યારબાદ અમિતાભ બચ્ચને પોતાનું ટ્વીટ ડિલિટ કર્યું હતું.
આવી ભૂલો કોઈના કોઈથી થતી રહે છે. જોકે, અમિતાભ બચ્ચને જનતા કર્ફ્યૂનું સમર્થન કરતા સાંજે 5 વાગ્યે પરિવાર સાથે ઘરની છત ઉપર ચઢીને તાળી વગાડી હતી. તેમણે પોતાનો વીડિયો ટ્વીટર ઉપર શેર કર્યો હતો. અમિતાભે કહ્યું કે આ ભારતની એક્તાની જીત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement