શોધખોળ કરો
Advertisement
વિરાટ અને અનુષ્કાના દીકરીના સ્વાગતમાં અમુલે કર્યું આવું કામ, ટ્વિટર પર શેર કરી ક્ચૂટ તસવીર
અમુલે તેના ટ્વિટર હેન્ડલ પર વિરાટ અને અનુષ્કા સાથે દીકરીનું કાર્ટન બનાવી શેર કર્યું છે. ગત સોમવારે વિરાટ અને અનુષ્કા પેરેન્ટસ બન્યા. અનુષ્કાએ સોમવારે બપોરે દીકરીને જન્મ આપ્યો. અમૂલે અનોખી રીતે આ ખુશીને વધારી, શુભકામના પાઠવી છે
અનુષ્કા અને વિરાટના પહેલા બાળકની ખુશીને અમુલે તેના ટ્વિટર પર શેર કરી છે. અમૂલે લખ્યું ‘આ ડિલીવરીએ તો બોલ્ડ કરી દીધા, ઘરમાં સ્વાગત છે’
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા સોમવારે પેરેન્ટસ બની ગયા. સોમવારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખુશ ખબર ફેન્સને આપી હતી. અમૂલે શાનદાર કાર્ટૂન બનાવીને બંનેને શુભકામના પાઠવી છે.
અનુષ્કાની પ્રેગ્નન્સી પર અમૂલે કર્યું હતું વિશ
ઓગસ્ટમાં અમૂલે અનુષ્કાની પ્રેગ્નન્સી પર પણ શુભકામના પાઠવીને એક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. કાર્ટૂન પોસ્ટ કરતા લખ્યું હતું કે,’ વિરૂષ્કાનું સ્વાગત છે’
વિરાટના ભાઇ વિકાસની પોસ્ટ વિરાટના નાના ભાઇ વિકાસ કોહલીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને શુભકામના પાઠવી હતી. જેમાં નવજાતના પગ દેખાતા હતા. ફેન્સે વિચાર્યું કે, આ વિરાટ અને અનુષ્કાનું ન્યુબોર્ન બેબી છે. જો કે ત્યાર બાદ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા દ્રારા માહિતી આપી હતી કે,’ અમારા ઘરમાં નાનકડી પરીનું આગમન થયું છે’ જો કે આગળની પોસ્ટ વિશે સ્પષ્ટતા કરતા વિકાસ કોહલીએ જણાવ્યું હતું કે, ‘આ તસવીર વિરાટ અનુષ્કાની લાડલીની ન હતી’#Amul Topical: Anushka and Virat blessed with a baby girl! pic.twitter.com/8RigpFIeCB
— Amul.coop (@Amul_Coop) January 13, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion