શોધખોળ કરો
Advertisement
નવજોત સિંહ સિદ્ધૂને લઈને અર્ચના પૂરન સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ચોંકી જશો
મુંબઈઃ પુલવામાં આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપીને નવજોત સિંહ સિદ્ધૂ બરાબરના ફસાઈ ગયા છે. પોતાના વિવાદિત નિવેદનને કારણે કપિલ શર્મા શોમાંથી સિદ્ધૂની હકાલપટ્ટી થઈ ગઈ છે. તો તેની જગ્યાએ અર્ચના પૂરન સિંહ હવે જોવા મળશે. એક વીડિયો પણ સામે આવી ગયો છે જેમાં કપિલ શર્મા અર્ચનાનું સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે. જોકે હવે આ મામલે અર્ચનાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
અર્ચના પૂરણ સિંહે આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેમણે શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લીધી છે. ખબર હતી કે પુલવામા આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદનને કારણે સિદ્ધુને શોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલાં સિદ્ધુએ પણ શોમાંથી તેને હટાવી દેવાની વાત પર ઇન્કાર કર્યો હતો અને હવે અર્ચના પૂરણ સિંહે પણ તેવી જ વાત કરી છે.
સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝને રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં સિદ્ધુને હટાવવાની ખબરની વચ્ચે અર્ચનાનું સ્વાગત કર્યુ હતું. જોકે એ સ્પષ્ટ નથી કે અર્ચનાએ સિદ્ધિુની જગ્યા લીધી છે કે નહીં. પણ આ હાલમાં તો બંને આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement