શોધખોળ કરો
Advertisement
અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત
કેનેડામાં કાર દુર્ઘટનામાં શ્રીલંકાના ક્રિકેટર જયસૂર્યાના મોત થયું હોવાની વાત ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વન ડે ક્રિકેટના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યાના નિધનના બોગસ સમાચાર વાયરલ કર્યા છે. આ દરમિયાન બોલીવુડ એક્ટર અરશર વારસીએ પણ તેના ટ્વિટર હેન્ડલ પરથી ક્રિકેટરના નિધનના અહેવાલ શેર કર્યા હતા. એક ન્યૂઝ લિંક શેર કરીને વારસીએ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
અરશદે લખ્યું, આ ખૂબ શોકિંગ અને દુઃખદ ખબર છે. અરશદના પ્રશંસક પણ આ બોગસ ખબર પર પૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપતા નજરે પડ્યા. જ્યારે અનેક લોકોએ એકટર જીવતો હોવાનું જણાવ્યું. જયસૂર્યાને શ્રદ્ધાંજલિ આપવાના કારણે અરશદને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
એક યૂઝરે લખ્યું, આ ખોટી ખબર છે અરશદ સર. જ્યારે એક યૂઝરે ગુસ્સાવાળી ઇમોજી સાથે કમેન્ટ કરી, પહેલા કન્ફરેમ કરો તે બાદ જ નક્કી કરો. એક યૂઝરે લખ્યું કે, સેલિબ્રિટીઝ ખોટા સમાચાને ચેક કર્યા વગર જ ટ્વિટ કરી રહ્યા છે, જે ખૂબ ચિંતાની વાત છે.This news is so shocking & sad...https://t.co/NvinJ227k2
— Arshad Warsi (@ArshadWarsi) May 27, 2019
કેનેડામાં કાર દુર્ઘટનામાં શ્રીલંકાના ક્રિકેટર જયસૂર્યાના મોત થયું હોવાની વાત ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. જોકે, બાદમાં જયસૂર્યાએ ખુદ તેના ટ્વિટર એકાઉન્ટ પર આવી કોઇ કાર દુર્ઘટનાની ખબર ફગાવી દીધી હતી અને કુશળ હોવાનું જણાવ્યું છે.Thank god ... https://t.co/MofuvIsuSx
— Arshad Warsi (@ArshadWarsi) May 27, 2019
Thank god... the world loves you a lot ... https://t.co/915NjGaNik
— Arshad Warsi (@ArshadWarsi) May 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement